સાઉથ આફ્રિકાનો પ્રથમ દાવ માત્ર ૫૫ રન પર જ સમેટાઈ ગયો
તા.૦૩
ટીમ ઈન્ડિયાએ કેપટાઉન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સાઉથ આફ્રિકાને માત્ર ૫૫ રનમાં આઉટ કરી દીધું છે. આ ઇનિંગમાં ભારતીય ટીમનો સ્ટાર મોહમ્મદ સિરાજ હતો જેણે માત્ર ૧૫ રન આપીને ૬ વિકેટ લીધી હતી. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.
સાઉથ આફ્રિકાનો પ્રથમ દાવ માત્ર ૫૫ રન પર જ સમેટાઈ ગયો હતો. આફ્રિકાના બેટ્સમેનો એક પણ સેશન ટકી શક્યા ન હતા. ભારત તરફથી સિરાજે ૬ વિકેટ ઝડપી હતી. બુમરાહ અને મુકેશ કુમારને ૨-૨ વિકેટ મળી હતી. લંચ સેશન બાદ ભારતીય ઓપનર ઇનિંગ્સની શરૂઆત કરશે.
મોહમ્મદ સિરાજે સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને માત્ર ૯ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. કેપટાઉનની પીચ પર સાઉથ આફ્રિકાએ માત્ર ૩૪ રનમાં તેની ૬ વિકેટ ગુમાવી દીધી હતી. જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારને ૨-૨ વિકેટ મળી હતી.. ભારત સામે સાઉથ આફ્રિકાનો આ સૌથી નાનો સ્કોર છે. આ ટેસ્ટમાં ભારત સામે ટીમનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર પણ છે.
સાઉથ આફ્રિકાની ટીમ રમતના પહેલા સેશનમાં ૨૩.૨ ઓવરમાં ૫૫ રનમાં ઓલઆઉટ થઈ હતી. કાઈલ વેરેના ૧૮ રન અને ડેવિડ વેડિંધમ ૧૨ રન આ બંન્ને ખેલાડીઓ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિંગરમાં સ્કોર કરી શક્યા ન હતા. ટેસ્ટ ક્રિકેટમાં ૩૨ વર્ષ બાદ એવું બન્યું છે કે, સાઉથ આફ્રિકાના ચારેય ટોપ ઓર્ડર બેટ્સમેનો ઘરઆંગણે કોઈપણ ટેસ્ટ મેચમાં બે આંકડા સુધી પહોંચી શક્યા નથી. ભારત સામેની આ મેચ પહેલા સાઉથ આફ્રિકાના ટોપ ઓર્ડરના ચારેય બેટ્સમેન મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે બે આંકડા સુધી પહોંચી શક્યા ન હતા. તમને જણાવી દઈએ કે, ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતનો કોઈ પણ ટીમ વિરુદ્ધ સૌથી સારું પ્રદર્શન રહ્યું છે.