તમે ખરીદેલું લસણ ચીનથી આવેલુ નકલી તો નથી ને..?
નવીદિલ્હી,તા.૩૧
બદલાતા સમય સાથે અનેક વસ્તુઓમાં ભેળસેળ ચાલી રહી છે, તો પછી ખાદ્યપદાર્થો કેવી રીતે પાછળ રહી શકે છે. લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે, આજે બજારમાં ઘણા પ્રકારના સ્કેમ જાેવા મળી રહ્યા છે, જેના દ્વારા નકલી વસ્તુઓ તૈયાર કરીને લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. ઘણી વખત, ખુબ સારા પ્રયાસો પછી પણ ઓરિજિનલ અને નકલી વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની જાય છે.
ઉલ્લેખનમીય છે કે, નકલી સામાન બનાવવામાં ચીનની કોઈ સ્પર્ધા કરી શકે નહીં. જાે આપણે જાેઈએ તો, ચીને રોજીંદી વપરાશની વસ્તુઓથી લઈને ખાદ્યપદાર્થો સુધીની વસ્તુઓમાં ભેળસેળ કરીને નકલી વસ્તુઓ બનાવવાની કળામાં નિપુણતા મેળવી છે. હાલમાં જ વાયરલ થયેલા આ વીડિયોને જાેઈને તમે આનો અંદાજ મેળવી શકો છો, જેમાં એક વ્યક્તિ શાકભાજીની દુકાનમાં વેચાતા ચાઈનાથી આવતા નકલી લસણ વિશે લોકોને જાગૃત કરતા જાેવા મળે છે.
નકલી લસણની રીત પણ જાણવા જેવી.. જે વિષે જણાવીએ,
જાે જાેવામાં આવે તો બજારમાં વેચાતું આ નકલી લસણ ભારતના ઘણા ઘરોમાં રોજેરોજ ખવાઈ રહ્યું છે, જેના વિશે હજુ પણ ઘણા લોકો અજાણ છે. દેખાવમાં આ સુંદર સફેદ લસણને ઓળખવું એટલું મુશ્કેલ નથી. જાે તમે જાણશો કે, આ લસણની ખેતી કેવી રીતે થાય છે, તો ચોક્કસ તમે પણ પ્રભાવિત થઈ જશો. વીડિયોમાં એક વ્યક્તિ આ નકલી લસણ વિશે કહી રહ્યો છે કે, લસણ એવી રીતે બનાવવામાં આવે છે કે, તમે કંઈપણ વિચાર્યા વિના તરત જ તેને ખરીદી લો. આ લસણની છાલ ઉતારવી ખૂબ જ સરળ છે.