Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

સલમાન ખાનને એરપોર્ટ પર રોકનારા CISF જવાન મુશ્કેલીમાં મૂકાયો

મુંબઈ,૨૪
થોડાં દિવસ પહેલાં સલમાન ખાન મુંબઈ એરપોર્ટ પર કેટરીના કૈફ સાથે જાેવા મળ્યો હતો. થોડાં દિવસ પહેલાં જ મુંબઈ એરપોર્ટ પર CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ)ના જવાને બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને અટકાવ્યો હતો. જાે કે, હવે માનવામાં આવે છે કે તે જવાન મુશ્કેલીમાં મૂકાયો છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન રશિયા ફિલ્મ ‘ટાઇગર ૩’ના શૂટિંગ અર્થે જતો હતો. CISFએ સલમાનને એરપોર્ટ પર અટકાવનારા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સોમનાથ મહંતીનો ફોન જપ્ત કરી લીધો છે. સૂત્રોના મતે, સોમનાથ મહંતીએ સલમાન ખાનને એરપોર્ટ પર અટકાવ્યો પછી મીડિયા સાથે આ અંગે વાતચીત કરી હતી. આ પ્રોટોકોલનો ભંગ છે. તે અન્ય કોઈ મીડિયા સાથે વાત ના કરે તે માટે જ ફોન જપ્ત કરી લેવામાં આવ્યો છે. સોમનાથ મોહંતી ઓરિસ્સાના નયાગઢ જિલ્લાના રહેવાસી છે. સો.મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં જાેવા મળે છે કે સલમાન ખાન એરપોર્ટ આવે છે. તે જેવો કારમાંથી નીચે આવે છે, ચાહકોની ભીડ જમા થઈ જાય છે. સલમાન ખાન થોડીવાર ઊભા રહીને ફોટોગ્રાફર્સને પોઝ પણ આપે છે. ત્યારબાદ તે એરપોર્ટની અંદર જાય છે. જાે કે, અહીંયા CISFના જવાને દરવાજા આગળ સલમાનનું આઇડેન્ડિટી કાર્ડ ચેક કરવા માગ્યું હતું. આટલું જ નહીં તે ફોટોગ્રાફર્સને પણ દૂર જવાનું કહે છે.

આ વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે CISFના જવાનની પ્રશંસા કરી હતી. એક યુઝર્સે કહ્યું હતું કે તે સલમાન ખાનનો ચાહક નથી, પરંતુ તેને સૌથી સારી વાત એ લાગી જ્યારે CISF સબ ઇન્સ્પેક્ટરે સલમાનને અટકાવ્યો. જવાનને સેલ્યુટ, તેણે પોતાની ડ્યૂટી બજવી. અન્ય એક ચાહકે કહ્યું હતું કે “સેલ્યુટ CISF અધિકારીને.” તો અન્ય એકે કમેન્ટ કરી હતી કે “CISF જવાને વેરિફિકેશન વગર સલમાનને અંદર જવા દીધો નહીં. આપણાં જવાનને બહુ જ બધો પ્રેમ.” કેટલાંક યુઝર્સે CISFના જવાનના ગુડ લુકિંગના વખાણ કર્યાં હતાં. કેટલાંકે કહ્યું હતું કે CISF ઇન્સ્પેક્ટર બહુ જ હેન્ડસમ દેખાય છે. તો કેટલાંક CISF જવાનને બોલિવૂડ સ્ટાર જેટલો જ હેન્ડસમ હોવાનું કહ્યું હતું. સલમાને રશિયામાં ‘ટાઇગર ૩’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. સેટ પરની કેટલીક તસવીરો પણ લીક થઈ હતી. સો.મીડિયામાં લીક થયેલી તસવીરમાં સલમાન ખાન બ્રાઉન રંગની દાઢી તથા તે જ રંગના લાંબા વાળમાં જાેવા મળ્યો હતો. સલમાનની સાથે ભત્રીજાે નિર્વાન (સોહેલ ખાનનો દીકરો) પણ જાેવા મળ્યો હતો.

(જી.એન.એસ.)

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *