Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સગી નાની બહેને મોટી બહેનના સંસારનો માળો તોડીને પોતાનો માળો બનાવ્યો, જીજાજી સાથે કર્યા લગ્ન

સુરત, 

સુરતના સચિન વિસ્તારમાં રહેતી ધો 10માં અભ્યાસ કરતી સગીરાને મોબાઈલ પર વિડીયો કોલ પર વાત કરતા કરતા પોતાના સગા જીજાજી સાથે પ્રેમ થઈ ગયો. સગીરા પ્રેમમાં એટલી તો આંધળી બની કે તેને પોતાની સગી બહેનનો સંસાર ઉજાડ્યો અને પોતાના જીજાજી સાથે ભાગી ગઈ. આજના સમયમાં લગ્નેતર સંબંધો સામાન્ય બનતા જઈ રહ્યા છે. દરરોજ આ પ્રકારની ઘટના સામે આવી રહી છે, જેનાથી સામાજિક વ્યવસ્થા પણ જોખમમાં મુકાઈ શકે છે. તેવામાં લગ્નેત્તર સંબંધનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જોકે આ કિસ્સાએ સંબંધોની મર્યાદાને વટાવી દીધી છે. જેમાં મોટી બહેનના સંસારમાં આગ ચાંપીને નાની બહેને પોતાનો સંસાર માંડ્યા છે. તો બીજી તરફ બે સંતાનનો પિતા એવો જીજાજી પણ પોતાની નાની બહેન સમાન સાળી સાથે ભાગ્યો અને બંનેએ લગ્ન કરી તમામ મર્યાદા પણ ઓળંગી લીધી. જોકે સુરત પોલીસ બંનેને છેટ બેંગલુરુથી ઉઠાવી લાવી. ત્યારે સગીરાના ચોંકવાનારા ખુલાસા સાંભળીને તબીબો પણ ચોંકી ઉઠ્યા.

સ્થાનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો અનુસાર સગીરાને જ્યારે તબીબી તપાસ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લવાઈ ત્યારે તેણે ડોક્ટરને કહ્યું ‘મુઝે ચેકઅપ નહી કરાના હૈ, મેડમ મેં ને તો અપની મરજી સે ભાગ કર જીજાજી સે શાદી કર લી હે,, ઔર મે ઉનકે સાથ ફિઝિકલ ભી હો ચૂકી હું…’, આ સાંભળી ડોક્ટર પણ ચોંકી ગયા હતા. જોકે તેનાથી આગળની વાત સગીરાએ જે કરી તે વધુ ચોંકવાનારી હતી. સગીરાએ કહ્યું કે ‘હમ રોજ મોબાઈલ પર વીડિયો કોલિંગ સે બાત કરતે થે, મુજે બહુત અચ્છા લગતા થા, બસ મેં ઉનકે બીના નહિ રહ શકતી’ જે સાંભળીને ડોક્ટર અચંબિત થઈ ગયા હતા.

આ અંગે સગીરાનાં ભાઇએ જણાવ્યું કે, મોટી બહેનના બિહારમાં લગ્ન થયા છે, અને તેને બે બાળકો છે. એક દિવસ અચાનક મોટી બહેનનો ફોન આવ્યો ત્યારે ખબર પડી કે, જીજાજી સાળીને ભગાડી ગયો. જીજાજી એ જ મારી બહેનને ફોન કરીને કહ્યું હતું કે, “મૈ તેરી બહેન કો, લે કે જા રહા હું.” ત્યારે ખબર પડી કે, જીજાજી સુરત આવ્યા હતાં અને મારી નાની બહેનને ભગાડી ગયા છે.

પોલીસ તપાસ કરતી રહી પરંતુ 20 દિવસ સુધી ઘરેથી ભાગેલા આ બંને જણ પકડાયા નહીં. જોકે પતિએ ફરી એકવાર ફોન કરી પત્નીને કહ્યું કે, ‘મેંને તેરી બહેન સે સાદી કર લી હે’ ત્યારે પોલીસે મોબાઈલ લોકેશનની મદદથી જાણ્યું તો ખબર પડી કે, પ્રેમી પંખિડા તો બેંગલુરુમાં છે. એટલે તાત્કાલિક પોલીસની એક ટીમ દોડાવી અને બન્નેને પકડી પાડી સુરત લઈ આવી હતી. ત્યાર બાદ તબીબી તપાસ માટે લવાયેલી સગીરાએ સમગ્ર ફોડ પાડતાં કહ્યું કે અમે તો બેંગલુરુમાં લગ્ન કરી લીધા છે અને સુહાગરાત પણ મનાવી છે. સગીરા એટલી હદે આગળ વધી ચૂકી હતી કે તેણે પોતાના સગા જીજાજી માટે કહ્યું કે “પહેલે વો મેરે જીજાજી થે અબ મેરે પતિ હૈ, મેરે માથે પે ઉનકે નામકા સિંદૂર હૈ” આ બાજુ નાની બહેનના હાથે પોતાનું લગ્ન જીવન બરબાદ થઈ ગયેલું જોઈને હાલ તો મોટી બહેને પિતાના ઘરે જ આશ્રય લીધો છે અને બન્ને માસુમ બાળકનો ઉછેર કરી રહ્યાં છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *