Safeer News

Breaking News from Ahmedabad

દેશ

સંઘ પ્રમુખ મોહન ભાગવતે માંસાહારી ખાનારાઓને આપી દીધી આવી સલાહ 

મોહન ભાગવતની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે દેશમાં નવરાત્રિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. નવરાત્રિ દરમિયાન, દેશમાં ઘણા લોકો ઉપવાસ રાખે છે અને પોતાને માંસાહારી ભોજનથી દૂર રાખે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, જે લોકો માંસાહારી ખાય છે તેઓએ માંસ ખાતા સમયે અનુશાસનનું પાલન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જેથી મન એકાગ્ર રહી શકે. આરએસએસના વડા મોહન ભાગવત નાગપુરમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા, એ સમયે ભાગવતે કહ્યું કે, લોકોએ તામસિક ભોજન લેવાનું ટાળવું જોઈએ.

અહેવાલો અનુસાર, મોહન ભાગવતે કહ્યું કે, લોકોએ તામસિક ભોજન લેવાનું ટાળવું જોઈએ. તેમણે કહ્યું કે જો તમે ખોટો ખોરાક ખાશો તો તમે ખોટા રસ્તે જશો. તેથી તામસિક ખોરાક ન ખાવો. પશ્ચિમ સાથે સરખામણી કરતા મોહન ભાગવતે કહ્યું કે ભારતમાં જે લોકો માંસ અથવા માછલી ખાય છે તેઓ શ્રાવણ મહિનામાં અને અઠવાડિયાના અમુક દિવસોમાં તેમની દૈનિક ખાવાની ટેવ છોડી દે છે. ભાગવતે કહ્યું કે લોકોએ માંસાહારી ખાતી વખતે અનુશાસન રાખવું જોઈએ, જેથી તેમનું મન એકાગ્ર થઈ શકે.

મોહન ભાગવતે કહ્યું કે લોકોએ તામસિક ભોજન ન ખાવું જોઈએ. લોકોએ આવો ખોરાક પણ ન ખાવો જોઈએ, ભારતમાં એવા લોકો છે જે વિશ્વના અન્ય દેશની જેમ માંસ ખાય છે, પરંતુ આપણા દેશમાં જે લોકો માંસાહારી છે તેઓ પણ સંયમનું પાલન કરે છે અને કેટલાક નિયમોનું પાલન કરે છે. તેમણે કહ્યું કે, આવા લોકો શ્રાવણ મહિનામાં અથવા સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવાર જેવા દિવસે માંસ ખાતા નથી. તેઓ પોતાના કેટલાક નિયમો બનાવે છે.

સત્યના સાક્ષાત્કારથી બન્યું ભારત : ભાગવત

મોહન ભાગવતે કહ્યું કે ભારતના દરેક વ્યક્તિમાં જે ભારતની આત્મા કામ કર છે એ આપણે બનવું પડશે. ભારતનું એક મન, ભારતની એક બુદ્ધિ અને ભારતનો એક આત્મા છે, ભારતનું આત્મસ્વરૂપ સત્ય છે. ભારત બન્યું જ સત્યના સાક્ષાત્કારથી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *