(રીઝવાન આંબલીયા)
ગાંધીનગરમાં શ્રી બાલાજી ગ્રીન્સ ખાતે ફિટનેસ વીથ ફાગુન આયોજિત પ્રિ-નવરાત્રી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈય્યાઓએ ટ્રેડીશનલ ડ્રેસ પેહરી આકર્ષણ જમાવ્યું હતું. આ ગરબામાં ખેલૈય્યાઓને ઘણી બધી સરપ્રાઈઝ ગીફ્ટ પણ આપવામાં આવી હતી.

આ સફળ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન ફાગુન ઠક્કરે કર્યું હતું અને દેવર્ષિ સિંઘલે ખુબ જ સરસ એકરિંગ કરી હતી. આ કાર્યક્રમમાં મીડિયા પાર્ટનર તરીકે “સફીર” (ગુજરાતી ન્યુઝ પેપર) રહ્યું હતું.