Safeer News

Breaking News from Ahmedabad

આરોગ્ય સફીર દેશ

શું તમારા બિઝનેસ અને ઘરમાં પણ લાગી ગઇ છે કોઇની ખરાબ નજર ? તો ચુપચાપ કરી લો આ કામ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વરાહ સંહિતા ગ્રંથના શુકન વિચારમાં નજર દોષનો ઉલ્લેખ છે. જ્યોતિષમાં રાહુ અને ચંદ્રની અશુભ અસર દેખાતી હોવાનું કહેવાય છે. ખરાબ નજર લાગવી એ એક પ્રકારનો દોષ માનવામાં આવે છે. આને દૂર કરવા માટે, કેટલાક અચૂક ઉપાય અસરકારક સાબિત થાય છે. આજે વાસ્તુ શાસ્ત્રમાં જાણીએ કે ફેમિલી અથવા તમારા બિઝનેસને ખરાબ નજર કે દુર્ભાગ્યથી કેવી રીતે બચાવવો?

ઘણી વખત જાણ્યે-અજાણ્યે આપણે એવી નાની-નાની ભૂલો કરી દઈએ છીએ, જેનો આપણને ખ્યાલ પણ નથી હોતો, પરંતુ તેનો ભોગ બનવું પડે છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું ખૂબ મહત્વ છે. દરેક વસ્તુની ચોક્કસ દિશા હોય છે. આ દિશાઓ આપણને પ્રગતિ આપે છે અને જો તેમાં કંઇક ખોટું થાય તો તેની નકારાત્મક અસર થવા લાગે છે. જો તમારા બિઝનેસ સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું છે તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તો આજે અમે તમને પાણી અને બિઝનેસ સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

બિઝનેસને નજર લાગી ગઇ હોય તો કરો આ અચૂક ઉપાય :

-જો કોઈ સારો ધંધો ચાલી રહ્યો હોય તો અચાનક અટકી જાય તો દુકાનમાં લીંબુ અને મરી લટકાવી દો. તેનાથી નજર દોષની સાથે વાસ્તુ દોષ પણ દૂર થશે. આ ઉપાય માત્ર મંગળવાર અને શનિવારે કરો.

-બિઝનેસ પરની નજર દોષને દૂર કરવાનો એક કારગર ઉપાય એ છે કે ચાર લોખંડની ખીલીઓ લેવી અને તેને ધંધાના સ્થાન પર હથોડી મારીને લગાવી દેવી. આનાથી વ્યવસાયમાં ખરાબ નજરની અસર દૂર થશે.

-ધંધામાં લાગેલી ખરાબ નજરને દૂર કરવા માટે, તમારી દુકાન અથવા કાર્યસ્થળના મુખ્ય દરવાજા પર ફટકડી કાળા કપડામાં બાંધીને લટકાવી દો. બિઝનેસ પરનો નજર દોષ દૂર કરવાની આ એક અચૂક રીત છે.

  • -પાણીની દિશા પણ સૌભાગ્ય અને સફળતા નક્કી કરે છે. તેથી, ઘરના સભ્યો અથવા ફેમિલી બિઝનેસના સભ્યોને બેડલક અથવા લોકોની ખરાબ નજરથી બચાવવા માટે, કોરિડોર અથવા બાલ્કનીમાં પાણી સંબંધિત ચિત્ર અથવા શો-પીસ રાખવા જોઈએ. આવું કરવાથી ઘરમાં સૌભાગ્ય પણ આવે છે અને તમારા વ્યવસાયમાં પણ ઘણી સફળતા મળે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ કોરિડોરનું મહત્વ જણાવવામાં આવ્યું છે. જેની અસર ઘરની વસ્તુઓ પર પડે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *