Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

શાહરુખ ખાનને આંખમાં તકલીફ થતા સારવાર કરાવા અમેરિકા જવા રવાના

મુંબઈ,તા.૦૧
૫૮ વર્ષીય શાહરુખ ખાનના સ્વાસ્થ્યને લઈને એક મોટી ખબર સામે આવી છે. જાણવા મળતી માહિતી અનુસાર શાહરુખ ખાનને આંખમાં સમસ્યા થતાં તેની સર્જરી કરાવી પડી હતી. જાેકે મુંબઈમાં થયેલી આ સર્જરી ખરાબ થઈ જતા શાહરુખ ખાનને તાત્કાલિક અમેરિકા લઈ જવામાં આવ્યો છે.

શાહરૂખ ખાનની આંખની સર્જરી ૨૯ જુલાઈએ મુંબઈમાં થઈ હતી પરંતુ તે બરાબર રીતે ન થઈ હોવાના કારણે હવે તે આગળની ટ્રીટમેન્ટ અમેરિકામાં કરાવશે. રિપોર્ટ્‌સ અનુસાર ૩૦ જુલાઈએ શાહરુખ ખાન અમેરિકા જવા રવાના થયો હતો. શાહરુખ ખાનને આંખમાં મોતિયો છે જેના કારણે બંને આંખમાં સમસ્યા થઈ રહી હતી. તેણે એક આંખની ટ્રીટમેન્ટ ભારતમાં કરાવી પરંતુ બીજી ટ્રીટમેન્ટ યુએસમાં કરાવવા માટે નીકળી ગયો છે. કારણ કે, મુંબઈમાં થયેલી ટ્રીટમેન્ટ બરાબર ન હતી.

એક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, શાહરુખ ખાનને બંને આંખમાં મોતિયો થયો છે. જેના કારણે તેની આંખની સર્જરી કરવી પડે તેમ છે. જાેકે, આ વાતની પુષ્ટિ શાહરુખ ખાન કે, તેની ટીમ તરફથી કરવામાં નથી આવી. દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે, ૧૨ જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા અંબાણીના લગ્ન પહેલા રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં શાહરુખ ખાનને પોતાની આંખની સારવાર કરાવી હતી. ત્યાર પછી ૨૯ જુલાઈએ મુંબઈમાં જ તેની આંખની સર્જરી થઈ હતી. જાેકે, આ અંગે શાહરુખ ખાન તરફથી કોઈ જ પુષ્ટિ કરવામાં આવી નથી.

તાજેતરમાં જ શાહરુખ ખાન તેના પરિવાર સાથે ફરાહ ખાનના ઘરે જાેવા મળ્યો હતો. ફરાહ ખાનની માતાનું નિધન થતાં શાહરુખ ખાન તેના પરિવાર સાથે ફરાહ ખાનને મળવા પહોંચ્યો હતો. શાહરુખ ખાનના વર્ક ફ્રંટની વાત કરીએ તો હાલ તે પોતાના બાળકોના પ્રોજેક્ટમાં બીજી છે. જેમાં શાહરુખ ખાન અને સુહાના ખાનની ફિલ્મ કિંગનો સમાવેશ થાય છે. શાહરુખ ખાન છેલ્લે વર્ષ ૨૦૨૩માં ડંકી ફિલ્મમાં જાેવા મળ્યો હતો.

 

(જી.એન.એસ)