અમદાવાદ,

લોકોમાં માસ્ક પહેરવા હાલમાં કેટલું જરૂરી છે તે આશયથી શહેરના શાહપુર રંગીલા પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં ગરીબ, મજુર વગૅ, શાકભાજી લારી વાળા તથા ફ્રુટની લારી વાળાને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા શાહપુરના PI શ્રી વાળા સાહેબ તથા PSI શ્રી બલાત સાહેબ અને તેમનો સ્ટાફ તથા ઈન્સાનિયત સ્વૈચ્છિક સામાજીક સંસ્થાના સુધીર બુંદેલા, રિઝવાન આંબલીયા તથા ડૉ. સલીમ કુરેશી સાથે હાજર રહી 1000 જેટલા માસ્કનું વિતરણ કર્યું હતું.