બાળકીને જ્યારે નજીકની હોસ્પિટલ લઈ જવાઈ અને ડોક્ટરે સારવાર દરમિયાન બાળકી સાથે વાત કરી તો તેણે શાળામાં ઘટેલી આ કરતૂત અંગે જાણકારી આપી.
ઉત્તરપ્રદેશ,
યુપીના નોઈડાથી એક ૪ વર્ષની બાળકી સાથે ડિજિટલ રેપનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ નોઈડાના સેક્ટર ૩૭માં એક ખાનગી શાળામાં ૪ વર્ષની બાળકી સાથે અજાણ્યા યુવકે ડિજિટલ રેપ કર્યો. સારવાર દરમિયાન પરિજનોને જ્યારે આ વાતની જાણ થઈ તો તેમણે બુધવારે નોઈડાના સેક્ટર ૩૯માં કેસ દાખલ કર્યો.
મળતી માહિતી મુજબ નોઈડા પોલીસ સીસીટીવીના આધારે આરોપીની શોધ કરી રહી છે. પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ નોઈડા સેક્ટર ૩૯ની એક સોસાઈટીમાં રહેતી માતાએ પોલીસને ફરિયાદ કરી કે ૪ વર્ષની દીકરી સાથે શાળામાં અજાણ્યા યુવકે ડિજિટલ રેપ કર્યો. ઘરે આવીને પુત્રીએ જણાવ્યું કે, તેને આખા શરીરમાં ખંજવાળ આવે છે. માતાએ બાળકીને પાઉડર લગાવી આપ્યો પણ ખંજવાળ બંધ થઈ નહીં. બાળકીને જ્યારે નજીકની હોસ્પિટલ લઈ જવાઈ અને ડોક્ટરે સારવાર દરમિયાન બાળકી સાથે વાત કરી તો તેણે શાળામાં ઘટેલી આ કરતૂત અંગે જાણકારી આપી.
બુધવારે પોલીસે આ મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યાં મુજબ આ અંગે શાળામાં તૈનાત સ્ટાફ અને ટીચર્સની પૂછપરછ થઈ રહી છે. આ સાથે જ સીસીટીવી ફૂટેજ પણ ફંફોળવામાં આવી રહ્યું છે. અત્રે જણાવવાનું કે, જાે કોઈ વ્યક્તિ બાળકી કે મહિલાની સહમતિ વગર તેના પ્રાઈવેટ પાર્ટને પોતાની આંગળીઓ કે અંગૂઠાથી છેડે તો તે ડિજિટલ રેપ કહેવાય છે. વિદેશમાં ડિજિટલ રેપ શબ્દ ખુબ પ્રચલિત હોય છે. ભારતમાં પણ તેના માટે કાયદો બન્યો છે. અંગ્રેજી ડિક્શનરીમાં આંગળી, અંગૂઠો, પગની આંગળીને પણ ડિજિટથી સંબોધિત કરાય છે. આથી આ પ્રકારની હરકતને ડિજિટલ રેપ નામ આપવામાં આવ્યું છે. (ઈનપુટ-IANS)