રાયબરેલી,
રાયબરેલીના અમર શહીદ શૈલેન્દ્ર પ્રતાપ સિંહની બહેન જ્યોતિનો ૧૩ ડિસેમ્બરના રોજ લગ્ન સમારોહ યોજાયો હતો. લગ્ન સમારોહમાં હાજર દરેક માટે એ ક્ષણ એટલી જ ભાવુક ક્ષણ સાબિત થઈ જ્યારે CRPF જવાનો અને અધિકારીઓએ શહીદની બહેનના લગ્નમાં પહોંચીને ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો.
આ સાથી સૈનિકોએ બહેનના ભાઈ તરીકેની દરેક ફરજ નિભાવી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જાેઈ શકો છો કે, CRPF જવાનો બહેનને લગ્ન મંડપ સુધી હાથ પકડીને લઈ જતા જાેવા મળી રહ્યા છે. આ CRPF જવાનોએ એક સારી પહેલ કરીને ભાઈની ભૂમિકા અદા કરી હતી. આ ક્ષણે લગ્નમાં હાજર દરેકની આંખમાં આનંદ અને દુઃખના આંસુ હતા. શહીદ શૈલેન્દ્રના પિતાએ કહ્યું કે, ‘ભલે મારો પુત્ર આ દુનિયામાં નથી રહ્યો, પરંતુ મને આ CRPF જવાનોના રૂપમાં નવા પુત્રો મળ્યા છે જે દરેક સુખ-દુઃખમાં હંમેશા અમારી સાથે ઉભા રહે છે.
ભારત માતાનુ રક્ષણ કરી રહેલા આ વીરોની અનોખી કામગિરીથી સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને આ સાથી સૈનિકોની પ્રશંશા કરતા જાેવા મળી રહ્યા છે. લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા પર લગ્ન સંબધિત વીડિયો સામે આવી રહ્યા છે.જેમાં કેટલાક વીડિયોમાં લગ્નની વિધિ તો ક્યારેક લગ્નમાં દુલ્હા-દુલ્હનની એન્ટ્રી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. પરંતુ તાજેતરમાં એક લગ્નનો ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં CRPF જવાનોએ જે રીતે એક ભાઈ તરીકેની ફરજ નિભાવી છે, તે જાેઈને તમે પણ આ સૈનિકો પર ગર્વ કરશો.