40 હજારના દોઢ લાખ ચૂકવ્યા તેમ છતાં વ્યાજની ઉઘરાણી ચાલુ રાખી
પાટણ,
પાટણ શહેરમાં રહેતા અને ચડાસણા ગામના વતની યુવાનને વ્યાજે લીધેલ રકમની ચુકવણી કરી હોવા છતા વ્યાજખોરના ત્રાસથી કંટાળીને મંગળવારે બપોરે માથાની 35 ટેબલેટ અને શરદી ઉધરસની બોટલ ગટગટાવી લેતા યુવાનની તબીયત લથડી પડતા તાત્કાલીક ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અંગે બાલીસણા પોલીસ મથકે ત્રણ વ્યાજખોર શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
પાટણ તાલુકાના ચુડાસણા ગામે રહેતા સુરેશભાઇ બાબુભાઇ દેસાઇએ ત્રણ વર્ષ અગાઉ દેસાઇ લાલાભાઇ પાસેથી રૂ.એક લાખ પાંચ ટકાના વ્યાજે લીધા હતા. તે ઉછીના લીધેલ જે પૈસા તેમણે વ્યાજ સહિત ત્રણ લાખ ચુકવી દિધેલ હતા તેઓ વ્યાજનુ વ્યાજ ગણતા હતા. જયારે શખ્સ રબારી જીગરભાઇ પાસેથી સુરેશભાઇ રૂ.40,000 વ્યાજે લીધા હતા તેના તેઓએ દોઢેક લાખ વ્યાજ સહિત ચુકવી દીધા હતા. તેમ છતાં ત્રણ શખ્સોએ વ્યાજના પૈસાની કડક ઉઘરાણી કરતા સુરેશભાઇ ત્રાસથી તેમના વતન ચડસણા ગામે તેમના સીમમાં આવેલ બોર પર જઇને માથાની ટેબલેટ 35 તેમજ શરદી ઉધરસની એક બોટલ દવા ગટગટાવી દેતા તેમની તબીયત લથડતા તાત્કાલીક સારવાર અર્થે પાટણ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા.
હાલમાં સારવાર હેઠળ તેઓના નિવેદન આધારે બાલીસણા પોલીસે ત્રણ શખ્સો દેસાઇ લાલાભાઇ રહે. કામલી, રબારી જીગરભાઇ બાબુભાઇ રહે. કમલીવાડા અને રબારી જયરામભાઇ રહે. બુકોલી સામે ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો.