WhatsApp ટૂંક સમયમાં યુઝર્સને પૈસા આપવા જઈ રહ્યું છે. આવનારા થોડા દિવસોમાં WhatsApp પેમેન્ટ સર્વિસ વધારવા માટે કેશબેક રિવોર્ડ જાહેર કરવા જઈ રહ્યું છે. કંપની ઘણા સમયથી આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે Google Pay અને PhonePe જેવી પેમેન્ટ એપ્સને ટક્કર આપવા માટે WhatsApp પેમેન્ટ પર જલ્દી જ કેશબેક સ્કીમ શરૂ કરવામાં આવી શકે છે.
આ કેશબેક સ્કીમ એવા સમયે ભારતીય યુઝર્સ માટે જારી કરવામાં આવી રહી છે જ્યારે WhatsAppને ભારતમાં 100 મિલિયન યુઝર્સને પેમેન્ટ સર્વિસ આપવા માટે મંજૂરી મળી ગઈ છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp મેના અંત સુધીમાં કેશબેક ઓફર શરૂ કરી શકે છે. આમાં યુઝર્સને WhatsApp પેમેન્ટ સર્વિસ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા પર 33 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવશે. એટલે કે આ માટે તમારે WhatsApp UPI સેવાનો ઉપયોગ કરીને ફંડ ટ્રાન્સફર કરવું પડશે.
WhatsApp પેમેન્ટ સેવાનો ઉપયોગ કરીને યુઝર્સ મેસેન્જર એપ્લિકેશન દ્વારા જ તેમના કોન્ટેક્સને પૈસા મોકલી શકે છે. WhatsApp યુઝર્સને આકર્ષવા માટે ત્રણ ટ્રાન્ઝેક્શન સુધીનું કેશબેક આપશે. જો કે ટ્રાન્સફર કરવાની રકમમાં કોઈ ફરક પડશે નહીં. એટલે કે જો યુઝર્સ 1 રૂપિયા પણ ટ્રાન્સફર કરે છે તો તેમને કેશબેક આપવામાં આવશે.
વોટ્સએપે કહ્યું કે કેશબેક ઓફર તબક્કાવાર જાહેર કરવામાં આવશે. આનાથી યુઝર્સને વોટ્સએપ પેમેન્ટના ઓપ્શનને અનલોક કરવામાં મદદ મળશે. આ પછી, WhatsApp Google Pay, Paytm અને PhonePe જેવી પેમેન્ટ એપ સાથે સીધી સ્પર્ધામાં પણ જોડાશે..