ભારત સરકારે 1100 પેસેંજર્સ ટ્રેનો રદ્દ કરી છે તેની સીધી અસર થઇ રહી છે
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળો વેકેશન શરુ થતા ગુજરાતથી જુદા જુદા રાજ્યોમાં જતી તમામ ટ્રેનો હાઉસફુલ થઇ ગઈ છે. ઉનાળાના વેકેશનમાં લોકો વિવિધ સ્થળોએ ફરવા જતા હોવાને કારણે ટ્રેનોની બુકીંગ ફૂલ થઇ ગઈ છે. ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનનું બુકીંગ ફૂલ થઇ ગયું છે અને વેઇટિંગ લિસ્ટ 400થી પણ વધારે થઇ ગયું છે. ગુજરાતમાંથી દરેક રાજ્યમાં ટ્રેન જઈ રહી છે તેવામાં ફરવાના શોખીન તેમજ ગુજરાતમાં કામ કરતા પરપ્રાંતીય લોકો પોતાના વતન જતા હોય છે જેને લીધે ટ્રેનો હાઉસફૂલ થઇ ગઈ છે.
ટ્રેનો ફૂલ થવાનું આ પણ એક કારણ છે.
સમગ્ર ભારતમાં કોલસાની અને વીજળીની અછતને પહોંચી વળવા માટે ભારતીય રેલવે દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં 1100 જેટલી પેસેંજર્સ ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે અને તેની જગ્યાએ માલગાડી દોડવામાં આવી રહી છે જેથી દરેક રાજ્યોને કોલસાનો જથ્થો પૂરતો મળી રહે. મોટા ભાગની દૂરની ટ્રેનો રદ્દ થતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડે એમ છે જેથી ટ્રેનોના બુકીંગમાં ખુબ જ મોટું વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે.