Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સર તપાસ અને સારવાર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

અમદાવાદ,

હાલના કોવીડના કપરા સમયમાં પણ કેન્સરનું રોગોનું સમયસર નિદાન થાય તેમજ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી વિશ્વ કેન્સર દિવસ નિમિતે જીસીએસ હોસ્પિટલ દ્વારા 5 ફેબ્રુઆરી સુધી નિ:શુલ્ક કેન્સર કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મોઢા-ગળાના કેન્સર, પેટ-આંતરડાના કેન્સર, સ્તન કેન્સર, સ્વરપેટીનુ કેન્સર, ગર્ભાશયના મુખનુ કેન્સર તથા અન્ય પ્રકારના કેન્સરની તપાસ અને સારવાર માટે જીસીએસ હોસ્પિટલના કેન્સર નિષ્ણાતો ડો. કીર્તિભાઇ પટેલ, ડો. કલ્પેશ પ્રજાપતિ અને ડો. આભા દુબે તેમજ કેન્સર સર્જન ડો. ઉર્વીશ શાહ દ્વારા દર્દીઓને નિઃશુલ્ક કન્સલ્ટેશન મળશે તથા સુગર, પેશાબ, ક્રિએટિનિન, સોડિયમ, પોટેશિયમ અને બિલીરૂબિન વગેરે તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવશે.

આ કેમ્પમાં ભાગ લેવા દર્દીઓ 07966048171 / 9313567017 પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને નિઃશુલ્ક સારવારનો લાભ મળશે.

જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *