(અબરાર એહમદ અલવી)
સાઉદી અરેબિયા,
સાઉદી અરેબિયામાં એટલી મોંઘી કિંમતે એક ઊંટ વેચાયો છે જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે. આ ઉંટ વિશ્વનો સૌથી મોંઘો ઊંટ હોવાનું કહેવાય છે. જેની કિંમત 70 લાખ સાઉદી રિયાલ એટલે કે લગભગ 14 કરોડ 23 લાખ રૂપિયા લગાવવામાં આવી છે.
સાઉદી અરેબિયામાં આ ઊંટ માટે જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે….. જેમાં પરંપરાગત પોશાકમાં સજ્જ એક વ્યક્તિ માઈક્રોફોન દ્વારા હરાજીમાં બોલી લગાવતો જોવા મળે છે. જેની પ્રારંભિક બોલી 50 લાખ સાઉદી રિયાલ એટલે કે લગભગ 10 કરોડ 16 લાખ રૂપિયા લગાવવામાં આવી હતી. જોકે તેની કિંમત 7 મિલિયન સાઉદી રિયાલ પર ફાઇનલ કરવામાં આવી હતી. સાઉદી અરેબિયામાં આટલી મોંઘી કિંમતે હરાજી કરાયેલા આ ઊંટને વિશ્વના દુર્લભ ઊંટોમાંનો એક ગણવામાં આવે છે. આ ઊંટ તેની ખાસ સુંદરતા અને વિશિષ્ટતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. દુનિયામાં આ પ્રજાતિના બહુ ઓછા ઊંટ છે. આપણે બધા જાણીએ છીએ કે સાઉદી અરેબિયાના લોકોના જીવનમાં ઊંટ સામેલ છે. સાઉદી અરેબિયામાં વિશ્વનો સૌથી મોટો ઊંટ મેળો પણ યોજાય છે.