રોમ બળી રહ્યુ હતુ ત્યારે નિરો વાંસળી વગાડી રહ્યો હતો તેવી સ્થિતી દેશભરમાં બની રહી છે….! ભારતને કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે અને તેનો મૂળમાંથી ખાત્મો કરી શકાય તેવું એક પણ અમોધ શસ્ત્ર કે રસી વિશ્વની એક પણ મહાસત્તા કે ભારત આજ સુધી શોધી શક્યા નથી….કે જ્યારે મહા સત્તાઓ કે વિકાસ ઝંખતા દેશો ચંદ્ર અને મંગળ અનુસંધાને સંશોધન કરવા પાછળ ખરબો-ખરબો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે અને કરવામા આવી રહ્યો છે. તેમજ ટેકનિકલ ક્ષેત્રેમાં આધુનિકમાં આધુનિક સંશોધનો પાછળ પણ ખરબોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ વિશ્વમાં ભવિષ્યમાં આવનાર વિવિધ સંકટો, રોગચાળો પેદા ન થાય કે પેદા થયા બાદ તેને નાથવા બાબતે કોઈપણ મહાસત્તા કે દેશ સંશોધન નથી કર્યુ…..! જાેકે રોગ ત્રાટકે અને અર્થતંત્રોમાં પાયા હચમચાવે ત્યારે જ સંશોધન થાય છે…..મતલબ આગ લાગે ત્યારે કુવો ખોદવો…તેનું સર્વોત્તમ ઉદાહરણ છે વર્ષ ૨૦૨૦માં વિશ્વભરમાં ત્રાટકેલ કોરોના વાયરસ અને ૨૦૨૧માં માનવજાત અને વિશ્વભરના દેશોના અર્થતંત્રને અજગરી ભરડો લીધેલ વિવિધ રૂપે ત્રાટકેલ કોરોના….જેના વાયરસે વિશ્વભરના દેશો અને માનવીઓને હચમચાવી નાખ્યા છે…..! વરસો પહેલા પ્લેગ, શીતળા, કોલેરા, ફ્લ્યૂ, ઝેરી મેલેરિયા, હીપેટાઈટીસ બી જેવા રોગો- મહામારીઓ વિશ્વના વિવિધ દેશોમાં ત્રાટક્યા હતા અને અનેક માનવ જિંદગીનો ભોગ લીધો હતો ત્યારે તે સમયમાં વિશ્વમા માનવતાની લહેર હતી અને તે કારણે રોગને કાબૂમાં લેવા તથા તેના પેદા થવાના મૂળ સુધી વિજ્ઞાન જગત સંશોધન કરીને જે તે રોગો ખતમ કરી નાખ્યા હતા…. પરંતુ જ્યારથી અણુશસ્ત્રો સહિત આધુનિક ભૌતિક સુખો અને વિકાસ કાર્યોને વિશ્વભરની મહાસત્તાઓ તથા વિકાસ ઝંખતા દેશોએ મહત્વ આપવાનું શરૂ કર્યું ત્યારથી વિવિધ મહાસત્તાઓ આને વિકાસ ઈચ્છતા દેશો વચ્ચે સ્પર્ધાની દોડ શરૂ થઇ તે સાથે કુદરતી સંપત્તિનો વિનાશ પણ વધવા લાગ્યો જેના પરિણામો આજે સમગ્ર વિશ્વ ભોગવી રહ્યું છે કે અનુભવી રહ્યું છે….!!“ વિશ્વભરમાં વિકાસ કાર્યોના નામે કે આધુનિકતાને નામે કાર્બનનુ શોષણ કરી માનવજાતને ઓક્સિજન આપતા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યુ છે… એક અહેવાલ અનુસાર દર વર્ષે ૧૫ કરોડથી વધુ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવી રહ્યુ છે…..! તો વિશ્વના અનેક જંગલ વિસ્તારોનો સફાયો કરી નાખીને સિમેન્ટ કોંક્રિટના જંગલ ઉભા કરી નાખવામાં આવ્યા છે…. કુદરતી કે કૃત્રિમ રીતે જંગલોમાં આગ લાગતા અનેક જંગલ વિસ્તારોનો સફાયો થઈ ગયો છે. પરિણામે વિવિધ જાતના પશુ-પક્ષીઓનું પણ નિકંદન નીકળી ગયું છે. આવા પક્ષીઓ પૈકી અનેક પક્ષીઓ જીવ જંતુ, જીવાણુઓનું હનન કરતા કે રોગો ફેલાવતા કે પેદા કરતા પક્ષીઓ તેમનો ખોરાક હતા…જેનુ ઉદાહરણ છે ચામાચીડિયું…..બે-ત્રણ મહિના પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ટીમ કોરોના પેદા થવાનું કારણ શોધવા ચીનના વૂહાન ખાતે લેબોરેટરીની તપાસ કરવા ગયેલ ત્યારબાદ જાહેર કરેલ કે ચીનમાંથી કોરોના નથી ફેલાયો પરંતુ ચામાચીડીયાને કારણે ફેલાયો હોઈ શકે તેવુ કહીને ચીનને ક્લીન ચીટ આપી દીધી….. પરંતુ ચીનમા ચામાચીડીયા સહિતના વિવિધ પક્ષીઓના વેચાણનુ મોટું બજાર છે અને ચીની લોકો તેનો ખોરાકમાં ઉપયોગ કરે છે. એટલે સ્વાભાવિક છે કે કોરોના જંતુધારક ચામાચીડીયા દ્વારા માનવ શરીરમાં પ્રવેશી ગયો હોઈ શકે….! હવે પછીના સમયમાં વિશ્વના દેશોએ એ બાબતને પ્રાથમિકતા આપવી જરૂરી છે કે માનવજીવન માટે અનાજ, કઠોળ, શાકભાજી, વૃક્ષો અને દુધાળા પશુઓ અતિ જરૂરી છે કારણ કે આવી માનવીઓ માટેની જીવન જરૂરી ચીજ- વસ્તુઓ કોમ્પ્યુટર કે ફેક્ટરીમાં પેદા થવાની નથી… તેથી ખેતી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા સાથે પ્રાધાન્ય આપે…નહી તો એક દિવસ રોગચાળા કરતાં ભુખમરો માનવજાતને ભરખી જશે… તે નિશ્ચિંત ……!!“ વંદે માતરમ્