પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનમાં અવરજવર કરતી ટ્રેનો માટે ૧ ઓક્ટોબર, ૨૦૨૩થી નવું સમયપત્રક લાગૂ પડશે.
અમદાવાદથી પસાર થતી 200 ટ્રેનના સમયમાં આજથી મોટો ફેરફાર, બુકિંગ કરતા પહેલા ખાસ ધ્યાન રાખજો
અમદાવાદ,
અમદાવાદ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પરથી દોડતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેએ ૧ ઓક્ટોબર એટલે આજથી અમદાવાદ ડિવિઝનની મોટાભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે. ૭ ટ્રેનોના સમયમાં હાલના સમયની સરખામણીએ વહેલો સમય નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે કે, ૨૫ ટ્રેનો હાલના સમયથી મોડી શરુ કરવામાં આવશે. આ વિશે રેલવેના પીઆરઓ જે.કે જયંતે જણાવ્યું કે, ૧ ઓક્ટોબરથી રાજકોટ ડિવિઝનમાં ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ લાગુ થશે. ૪૭ જેટલી ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે. તો ઓપરેશનલ કારણોસર ૧૧ ટ્રેનોની સ્પીડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ૧૦૨ ટ્રેનોના સમય મોડા કરવામાં આવ્યા છે. અગાઉના સમય કરતા ૫ મિનિટથી લઈને ૧ કલાક ૧૪ મિનિટ સુધી મોડી પહોંચશે.
ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, ભક્તિનગર, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર અને રાજકોટ ડિવિઝનના અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે. પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનમાં અવરજવર કરતી ટ્રેનો માટે ૧ ઓક્ટોબર, ૨૦૨૩થી નવું સમયપત્રક લાગૂ પડશે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન અને સાબરમતીથી ઉપડતી ટ્રેનોના સમયમાં ૫-૧૦ મિનિટ સમય વહેલો કે, મોડો કરવામાં આવ્યો છે. અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી ૨૦૦થી વધુ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર થયો છે, જેને લઇને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને સમયના ફેરફારની નોંધ લેવા માટે જણાવવામાં આવ્યું છે.
૧. ટ્રેન નંબર ૧૨૯૩૨ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ અમદાવાદથી ૦૬.૦૦ કલાકને બદલે ૦૫.૫૦ કલાકે રવાના થશે.
૨. ટ્રેન નંબર ૦૯૪૦૦ અમદવાદ આણંદ મેમૂ સ્પેશિયલ અમદાવાદથી ૧૯.૧૦ કલાકને બદલે ૧૮.૨૦ કલાકે રવાના થશે.
૩. ટ્રેન નંબર ૧૨૬૫૫ અમદાવાદ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ અમદાવાદથી ૨૧.૩૫ કલાકને બદલે ૨૧.૨૫ કલાકે રવાના થશે.
૪. ટ્રેન નંબર ૦૯૪૬૦ વિરમગામ અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ વિરમગામથી ૦૭.૫૦ કલાકને બદલે ૦૭.૪૫ કલાકે રવાના થશે.
૫. ટ્રેન નંબર ૦૯૩૭૦ પાટણ સાબરમતી ડેમૂ સ્પેશિયલ પાટણથી ૧૨.૩૫ કલાકને બદલે ૧૨.૩૦ કલાકે રવાના થશે.
૬. ટ્રેન નંબર ૦૯૪૦૧ અસારવા-હિમ્મતનગર ડેમૂ સ્પેશિયલ અસારવાથી ૧૯.૩૦ કલાકને બદલે ૧૯.૨૫ કલાકે રવાના થશે.
૭. ટ્રેન નંબર ૧૪૮૦૪ સાબરમતી જેસલમેર એક્સપ્રેસ સાબરમતીથી ૨૩.૦૦ કલાકને બદલે ૨૨.૧૫ કલાકે રવાના થશે.
૧. ટ્રેન નંબર ૨૨૯૫૪ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ અમદાવાદથી ૦૭.૦૫ કલાકને બદલે ૦૭.૧૦ કલાકે રવાના થશે.
૨. ટ્રેન નંબર ૧૯૧૬૭ અમદાવાદ વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ અમદાવાદથી ૨૩.૦૦ કલાકને બદલે ૨૩.૧૦ કલાકે રવાના થશે.
૩. ટ્રેન નંબર ૧૯૧૬૫ અમદાવાદ દરભંગા સાબરમતી એક્સપ્રેસ અમદાવાદથી ૨૩.૦૦ કલાકને બદલે ૨૩.૧૦ કલાકે રવાના થશે.
૪. ટ્રેન નંબર ૦૯૨૭૪ અમદાવાદ આણંદ સ્પેશિયલ ૨૩.૪૫ ને બદલે ૨૩.૫૫ કલાકે રવાના થશે.
૫. ટ્રેન નંબર ૧૪૩૧૨ ભુજ બરેલી એક્સપ્રેસ ભુજથી ૧૫.૫૦ કલાકને બદલે ૧૬.૦૫ કલાકે રવાના થશે.
૬. ટ્રેન નંબર ૧૪૩૨૨ ભુજ બરેલી એક્સપ્રેસ ભુજથી ૧૮.૦૫ કલાકને બદલે ૧૮.૧૫ કલાકે રવાના થશે.
૭. ટ્રેન નંબર ૧૨૯૬૦ ભુજ બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભુજથી ૧૭.૪૦ કલાકને બદલે ૧૭.૫૦ કલાકે રવાના થશે.
૮. ટ્રેન નંબર ૧૨૯૬૬ ભુજ બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભુજથી ૧૭.૪૦ કલાકને બદલે ૧૭.૫૦ કલાકે રવાના થશે.
૯. ટ્રેન નંબર ૨૨૮૨૯ ભુજ શાલીમાર એક્સપ્રેસ ભુજથી ૧૫.૦૫ કલાકને બદલે ૧૫.૧૦ કલાકે રવાના થશે.
૧૦. ટ્રેન નંબર ૧૬૫૦૫ ગાંધીધામ કેએસઆર બેંગલુરૂ એક્સપ્રેસ ગાંધીધામથી ૦૯.૧૦ કલાકને બદલે ૦૯.૨૦ કલાકે રવાના થશે.
૧૧. ટ્રેન નંબર ૧૫૬૬૭ ગાંધીધામ કામાખ્યા એક્સપ્રેસ ગાંધીધામથી ૧૩.૧૫ કલાકને બદલે ૧૪.૦૫ કલાકે રવાના થશે.
૧૨. ટ્રેન નંબર ૧૨૯૩૭ ગાંધીધામ હાવરા ગરબા એક્સપ્રેસ ગાંધીધામથી ૧૮.૧૫ કલાકને બદલે ૧૮.૨૦ કલાકે રવાના થશે.
૧૩. ટ્રેન નંબર ૨૨૯૫૨ ગાંધીધામ બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ગાંધીધામથી ૨૦.૪૦ કલાકને બદલે ૨૧.૦૦ કલાકે રવાના થશે.
૧૪. ટ્રેન નંબર ૨૦૪૮૪ ગાંધીધામ જાેધપુર એક્સપ્રેસ ગાંધીધામથી ૨૩.૧૫ કલાકને બદલે ૨૩.૨૦ કલાકે રવાના થશે.
૧૫. ટ્રેન નંબર ૨૦૯૬૫ સાબરમતી ભાવનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ સાબરમતીથી ૧૬.૦૦ કલાકને બદલે ૧૬.૧૦ કલાકે રવાના થશે.
૧૬. ટ્રેન નંબર ૧૫૨૭૦ સાબરમતી મુજફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાબરમતીથી ૧૮.૦૦ કલાકને બદલે ૧૮.૧૦ કલાકે રવાના થશે.
૧૭. ટ્રેન નંબર ૧૨૯૫૭ અમદાવાદ નવી દિલ્લી સુવર્ણજયંતી રાજધાની એક્સપ્રેસ અમદાવાદથી ૧૮.૩૦ કલાકને બદલે ૧૮.૫૦ કલાકે રવાના થશે.
૧૮. ટ્રેન નંબર ૧૨૯૧૫ અમદાવાદ દિલ્લી આશ્રમ એક્સપ્રેસ અમદાવાદથી ૧૯.૧૫ કલાકને બદલે ૧૯.૨૫ કલાકે રવાના થશે.
૧૯. ટ્રેન નંબર ૧૯૭૦૪ અસારવા ઉદયપુર એક્સપ્રેસ અસારવાથી ૦૬.૩૦ કલાકને બદલે ૦૬.૪૦ કલાકે રવાના થશે.
૨૦. ટ્રેન નંબર ૧૯૮૨૧ અસારવા કોટા એક્સપ્રેસ અસારવાથી ૦૯.૦૦ કલાકને બદલે ૦૯.૧૫ કલાકે રવાના થશે.
૨૧. ટ્રેન નંબર ૦૯૪૯૭ ગાંધીનગર વરેઠા મેમૂ સ્પેશિયલ ગાંધીનગરથી ૧૭.૫૦ કલાકને બદલે ૧૮.૦૦ કલાકે રવાના થશે.
૨૨. ટ્રેન નંબર ૦૯૪૯૮ વરેઠા ગાંધીનગર મેમૂ સ્પેશિયલ વરેઠાથી ૦૬.૩૦ કલાકને બદલે ૦૬.૩૫ કલાકે રવાના થશે.
૨૩. ટ્રેન નંબર ૦૯૪૩૪ પાટણ સાબરમતી ડેમૂ સ્પેશિયલ પાટણથી ૬.૦૦ કલાકને બદલે ૬.૨૦ કલાકે રવાના થશે.
૨૪. ટ્રેન નંબર ૦૯૪૮૪ પાટણ મહેસાણા ડેમૂ સ્પેશિયલ પાટણથી ૦૯.૫૦ કલાકને બદલે ૧૦.૦૦ કલાકે રવાના થશે.
૨૫. ટ્રેન નંબર ૦૯૪૮૨ ભીલડી મહેસાણા ડેમૂ સ્પેશિયલ ભીલડીથી ૦૬.૧૦ કલાકને બદલે ૦૬.૧૫ કલાકે રવાના થશે.