ન્યુ દિલ્હી, તા. 12
આવી હલકી માનસિકતા વાળી અરજી કરવા બદલ 50,000નો દંડ પણ કર્યો
વસીમ રીઝવીએ પવિત્ર કુરાનની 26 આયતો દૂર કરવાની માંગ કરતી સુપ્રીમ કોર્ટેમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે વસીમ રીઝવીની અરજી ફગાવી છે. સુપ્રીમ કોર્ટે વસીમ રીઝવી પર ફિટકાર લગાવી છે અને આવી હલકી માનસિકતા વાળી અરજી કરવા બદલ 50,000નો દંડ પણ કર્યો છે. નોંધનીય છે કે વસીમ રીઝવી દ્વારા આ અરજી કરવામાં આવી હતી જેના પગલે સમગ્ર વિશ્વમાં મુસ્લિમોમાં વસીમ રીઝવી વિરુદ્ધ રોષની લાગણી જોવા મળી હતી અને વસીમ રીઝવીને ઇસ્લામ ધર્મમાંથી ખારીજ કરતો ફતવો પણ બહાર પાડવામાં આવ્યો હતો.