વડોદરા,
૨૦ વર્ષ પૂર્વે વાઘોડિયા તાલુકાના પોપડીપુરા ગામે રહેતા વેસ્તીબેન નાયકના ભાગે ગામના કોતરની અંદર બાપદાદાની બે વિઘા જમીન આવી હતી. પરંતુ આર્થિક સંકડામણના કારણે વૃદ્ધ મહિલાએ આ બે વિઘા જમીન ગિરવે મૂકી હતી. પરંતુ પૌત્રની અણઆવડતના કારણે તે વધુ કમાવી આપતો ન હતો અને થોડા સમય પૂર્વે માતાની પરવા કર્યા વગર ગામ છોડી બીજા જિલ્લામાં મજૂરી અર્થે જતો રહ્યો હતો. પોતાની વૃદ્ધ દાદીને એકલી છોડી દીધી હતી. પરંતુ ગઈકાલે રાત્રે તે અચાનક આવી ચઢ્યો હતો. તેણે આવીને જમીન મામલે દાદી સાથે તકરાર કરી અને માત્ર બે વિઘા જમીન માટે દાદીનું ઢીમ ઢાળી દીધું હતું.
સમગ્ર ઘટનાની જાણ થતા વાઘોડિયા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. વૃદ્ધાને છાતીના ભાગમાં ગેબી માર અને ગળાના ભાગે હાથના નિશાન જાેવા મળ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. સાથે જ ભાગી ગયેલા પૌત્રને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરા પાસેના વાઘોડિયાના છેવાડે આવેલા પોપડીપુરા ગામમા એકલવાયુ જીવન જીવતા ૭૦ વર્ષની વૃધ્ધાની લાશ ગામના એક ઘરની બહાર મળી આવી હતી. પોલીસે મૃતદેહનું નિરીક્ષણ કરતા વૃદ્ધાના છાતીના ભાગે મુઢમાર અને ગળા પર ગળુ દબાવી મોત નિપજાવી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે વધુ એક ચોંકાવનારી હકીકત એ સામે આવી કે, બે વીધા જમીન માટે પૌત્રએ દાદીની હત્યા કરી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ૭૦ વર્ષીય વેસ્તીબેન નાયકની વડીલોપાર્જિત બે વિઘા જમીન ગામમા છેલ્લા ૨૦ વર્ષથી ગામમાં ગિરવે મૂકી હતી. વૃદ્ધા એકલવાયુ જીવન ગાળી ગામમાં જે ઘેર ખવડાવે તે ખાઈ દિવસો પૂરા કરતી હતી. વૃદ્ધાનો પૌત્ર વિક્રમ નાયક ચાર દિવસ પહેલા મોરબી મજુરીકામેથી ઘરે પરત આવ્યો હતો. તેણે ગિરવે મુકેલ બે વિઘા જમીનને લઈ વૃદ્ધા સાથે તકરાર કરી હતી. ત્યાર બાદ વૃદ્ધા ગામમા જમવાનુ લેવા ગયા હતા. તે જ દિવસે તેમની લાશ એક ઘર બહાર મળી આવી હતી. ગામ લોકોએ વાઘોડિયા પોલીસને આ વિશે જાણ કરી હતી. ગામ લોકોએ વૃદ્ધાના ઘરે તપાસ કરતા વિક્રમ ફરાર હતો.
વૃદ્ધા જ્યારે મોડી રાતે ગામના એક ઘરે જમવાનુ લેવા જતા હતા, ત્યારે વિક્રમે તેમનો પીછો કરી રસ્તામાં ઝઘડો કર્યો હતો. પિશાચી પૌત્રએ પહેલા તો વૃદ્ધ દાદીના છાતીના ભાગે મુઢ માર માર્યો હતા. છતા સંતોષના થતા તેમનુ હાથેથી ગળુ દબાવી દીધુ હતું. ઠંડા કલેજે હત્યા કરી લાશને એક ઘરની આગળ મુકી ફરાર થયો હતો. આ વિશેની જાણ ગ્રામજનોએ વાઘોડિયા પોલીસને કરી હતી. પોલીસે આરોપી વિક્રમ નાયકની શોધખોળ હાથ ઘરી છે.