Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

વટવા EWS કવોટર્સમાં રહેતા લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

અમદાવાદ,

શહેરના વટવા EWS કવોટર્સમાં રહેતા DNT સમુદાય (રાજભોઈ અને ડબગર ) સમાજના 112 પરિવારો 2017થી આજદિન સુધી લાઈટ, ગટર અને પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે એકદમ દારુણ પરિસ્થિતિમાં જીવન વિતાવી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં છેલ્લા 5 વર્ષથી કોઈપણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવેલ નથી.

આજ રોજ તારીખ -7/7/2021ના રોજ “ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન” (AIMIM)ના કોર્પોરેટર રફીક શેખ, મુસ્તકભાઈ ખાદીવાળા, બીનાબેન પરમાર અને અફસાનાબેન ચીશતી તથા શહેર પ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણ, એડવોકેટ ઈમ્તિયાઝ ખાન, અનવરઅલી સૈયદ, બાબુલાલ સૈયદ સહિતના કાર્યકરોએ વિસ્તારની મુલાકાત કરીને લોકોની સમસ્યાઓ સાંભળી અને કોર્પોરેશનમાં યોગ્ય રજુઆત કરવા અને લાઈટ, તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ પૂર્ણ કરાવવા માટે બાંહેધરી આપવામાં આવી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *