યુનુસ ભાઈ પટેલ ભરૂચવાળા દ્વારા નંદાસણ ખાતે આવેલ નાકાદાર ઇન્સ્ટિટયૂટમાં 11 સાયન્સમાં અરનાજબાનુનું સાયન્સમાં એડમિશન કરાવ્યું હતું.
(ઇમરાન સોદાગર)
ભરૂચ,તા.૩૧
લુણવા શાળામાં ધોરણ 10માં ફર્સ્ટ આવેલ અરનાજ બાનુનું 15મી ઓગસ્ટના રોજ શાળામાં યોજાયેલ સ્વતંત્ર પર્વ દિવસે તેજસ્વી તારલાઓના સન્માનમાં સેકન્ડ આવેલ વિદ્યાર્થીનું સન્માન કરાવાયું હતું ત્યારે શાળાની ફર્સ્ટ આવેલ અરનાજ બાનુનું સ્વાગત કરવામાં આવ્યું ન હતું.
આ ઘટનાથી સમગ્ર ગુજરાત સહિત દેશમાં પણ શિક્ષણ પ્રેમીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. સોશિયલ મીડિયા અને મીડિયામાં આ ઘટના પ્રસારિત થતા લોકોમાં શાળાના સંચાલકો અને આચાર્ય પ્રત્યે રોષ પ્રગટ થયો હતો જ્યારે સોશિયલ મીડિયામાં શિક્ષણ અને સમાજના આગેવાનોને દીકરીના સન્માન માટે હાકલ કરવામાં આવી હતી ત્યારે અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત હારુનભાઈ દાયમા, સાજીદ મકરાણી અને સરફરાજ સિંધી સહિત માઈનોરીટીના આગેવાનો લુણવા ખાતે જઈ દીકરીનું હર્ષઉલ્લાસથી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે અમદાવાદ ખાતે યોજાયેલ મુસ્લિમ સમાજના એક કાર્યક્રમમાં એક દાતા દ્વારા દીકરીનું સન્માન કરાયું હતું તેમજ અનેક ભેટ સોગાતો દીકરીને આપવામાં આવી હતી.
આ જોતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ યુનુસ ભાઈ પટેલ ભરૂચવાળા દ્વારા નંદાસણ ખાતે આવેલ નાકાદાર ઇન્સ્ટિટયૂટમાં 11 સાયન્સમાં અરનાજ બાનુ દીકરીનું સાયન્સમાં એડમિશન કરાવ્યું હતું. જેની ફી 1 લાખ 15 હજાર રૂપિયા થતી હતી તે સંપૂર્ણ ફી ભરવા યુનુસભાઈ પટેલે સંમતિ દર્શાવી હતી ત્યારે નાકાદાર ઇન્સ્ટિટયૂટના બીલાલભાઈએ 45000 રૂપિયા ફી માફી કરતા 70000 રૂપિયા યુનુસભાઇએ તરત જ ભરી દીધા હતા અને 11 સાયન્સ તેમજ 12 મેડિકલ કોલેજ સુધી નાકાદાર ઇન્સ્ટિટયૂટમાં ડોક્ટર બને ત્યાં સુધી ભણવાનો ખર્ચ સંપૂર્ણપણે ઉપાડી લેવામાં આવ્યો હતો. સમાજ સેવકોને સલામ છે તેમજ સોશિયલ મીડિયામાં આ વાતને ઉજાગર કરનારા તમામ અભિનંદનને પાત્ર છે.