Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

લવ જેહાદના કાયદાની અમુક કલમો રદ્દ કરવા હાઈકોર્ટનો મોટો નિર્ણય

અમદાવાદ,

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા લવ જેહાદ કાયદા પર મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. હાઇકોર્ટે લવ જેહાદ કાયદાની અમુક કલમોના અમલ પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે જણાવ્યું છે કે, જ્યાં સુધી સાબિત ન થાય કે યુવતીને છેતરીને અથવા બળજબરીપૂર્વક ફસાવવામાં આવી છે ત્યાં સુધી એફઆઈઆર દાખલ ન થવી જોઈએ.

આ પહેલા મંગળવારના રોજ થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે રાજ્યમાં બે અલગ અલગ ધર્મના લોકોના લગ્ન પર પ્રતિબંધ નથી પરંતુ લગ્ન એ બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનનું માધ્યમ ના બનવા જોઈએ. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટ દ્વારા લગ્નના માધ્યમથી બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનને લગતા નવા કાયદાને લગતી અરજીઓ પર સુનાવણી કરવામાં આવી રહી હતી. આ અરજીઓમાં કાયદાના નવા સંશોધનને પડકારવામાં આવ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે કહેવામાં આવ્યું છે કે, જો બે અલગ અલગ ધર્મના લોકો લગ્ન કરે તો આ પ્રકારના કેસમાં માત્ર લગ્ન થયા છે અને તે આધાર પર એફઆઈઆર દાખલ કરી શકાય નહીં. જો સાબિત કરવામાં આવે કે લગ્ન બળજબરીપૂર્વક, દબાણપૂર્વક અથવા લાલચ આપીને કરવામાં આવ્યા છે તો જ એફઆઈઆર દાખલ કરવામાં આવશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *