મહત્વની વાત એ છે કે એક સાથે અસંખ્ય લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા કતારગામ ઝોનના આરોગ્ય વિભાગે લગ્ન સમારંભના સ્થળે તાત્કાલિક ટીમ મોકલી હતી અને ઓપીડી શરૂ કરી દીધી હતી.
લોકોની તાત્કાલિક સારવાર થતા લોકોની બગડેલી તબિયત સુધારા ઉપર છે….
સુરત,
સુરતનાં કતારગામ વિસ્તારમાં લગ્નના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હતું. ફૂડ પોઈઝનિંગ થતા લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જો કે આટલી મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા કોર્પોરેશને સ્થળ પર જ વધુ સારવાર માટે ઓપીડી શરૂ કરી હતી.
કૂલ 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું વધુમાં મળતી માહિતી અનુસાર સુરતનાં કતારગામના ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં સોમવારે લગ્ન સમારંભ યોજાયો હતો. જેનો જમણવાર મંગળવારે નિત્યાનંદ ફાર્મમાં કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજે 700થી 800 લોકોએ ભોજન લીધુ હતું. જમણવાર બાદ 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનીગની અસર થઇ હતી. આ ભોજન સમારંભમાં અંદાજે 800થી વધુ લોકોએ ભોજન ખાધા બાદ અનેક લોકોને ફૂડ પોઇઝનિંગની અસર શરૂ થઈ હતી. જો કે આટલી માત્રામાં લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આ સ્થળ પર ઓપીડી શરૂ કરવી પડી હતી. 92થી વધુ લોકોને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
કતારગામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર શ્રોફ અને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હેલ્થ હોસ્પિટલ ડોક્ટર આશિષ નાયક પણ ઘટનાની ગંભીરતા સમજીને સ્થળ પર દોડી ગયા હતા.બીજી તરફ મનપાના ફુડ વિભાગે પણ ભોજન સમારંભમાં પીરસેલી વાનગીઓના નમુના લઈને ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે. તેમજ વધુ તપાસ ચાલી રહી હોવાનું મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.