અમદાવાદ,
શહેરના ગોમતીપુર શમશેરબાગ ખાતે રહેતા મોહમ્મદ ઇબ્રાહિમભાઈ શેખે ગોમતીપુર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાવી હતી કે તેમની સાથે ઠગાઇ થઈ છે. ગાઝિયાબાદના બે ઠગોએ રેલ્વેમાં નોકરી અપાવવા મામલે ફરિયાદીના જમાઈ ઇનાયત હુસેન રંગરેજ સાથે સાત લાખ રૂપિયાની ઠગાઇ કરી હતી. આ મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાતા ગોમતીપુર પોલીસ હરકતમાં આવી હતી અને ગાઝિયાબાદથી આરોપી પ્રવિણ તથા ચિરાગને પકડી પાડ્યા હતા.
આ આરોપીઓ રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પૈસા પડાવી લેતા અને ફેક આઈ.આર.સી.ટી.એ.સી.ના ફેક જોઇનિંગ લેટર તથા આઈ-કાર્ડ બનાવી આપતા હતા. આ બાબત ઉચ્ચ પોલીસ અધિકારીઓ જ્હોન-5 અને એચ ડિવીઝનના અધિકારીને જાણ થતાં ગોમતીપુરના પી.આઈ સી.બી ટંડેલના માર્ગદર્શન હેઠળ બનાવેલી ટીમ ગાર્ડન પોલીસ ચોકીના પીએસઆઇ એન.એચ.શેખ, અ.હે.કો. મહમ્મદ નઈમમિયાં નબીમિયા, પો.કો. જયેશભાઇ જોનભાઈ તથા પો.કો. ભરતસિંહ મનુભાઈની ટીમે આરોપી મલય ચોકસી ઉ.વ 46 રહે. મેમનગર અમદાવાદ તથા સહ આરોપી પ્રવિણ ઉર્ફે વિક્રમસિંગ અમનસિંગ ફકીરચંદ ખુટલ (ચૌધરી) ઉ.વ 38 રહે. બી.209 વસૂધરા મેવાડ કોલેજ પાસે ઇંદ્રપુરમ થાના મોહન નગર ચોકી ગાઝીયાબાદ શહેર ઉત્તર પ્રદેશથી આ બે ઠગોને હિરાસતમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.