અમદાવાદ,તા.૧૪
કોરોનાની બીજી લહેર બાદ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ફરીથી રિવર રાઈડ્સ સેવાઓ પૂર્વવત્ કરાઈ છે. કોરોનાની બીજી લહેરના થોડા સમય પહેલા લાવવામાં આવેલી ક્રુઝને ફરીથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ કરાઇ છે. ક્રુઝની અંદર ૬૦ વ્યક્તિઓ બેસી શકે છે. વ્યક્તિ દીઠ ૨૫૦ રૂપિયા ટિકિટ ચાર્જ લેવામાં આવે છે. આવનારા તહેવારોના સમયમાં અહીંયા લોકો ઉમટે તેવી પૂરી શક્યતા છે.
આ બોટ સેવા શરૂ થયાના કેટલાક સમય બાદ કોરોનાની બીજી લહેરમાં બંધ કરાઈ હતી. હવે ૬ મહિના બાદ સેવાઓ શરૂ કરાઇ છે. આ સેવાઓનો લાભ લેવા માટે ગ્રહકોએ માસ્ક, સેનેટાઈઝર, સોસિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો પાળીને બોટમાં પ્રવેશ મેળવવાનો રહેશે. બોટની રાઇડ ૨૦થી ૨૫ મિનિટની હોય છે. આ પાર્ટી બોટ છે. જેને પર્સનલ ભાડે લઈ શકાય છે. પાર્ટી માટે ૧૦ હજાર રૂપિયામાં એક કલાક માટે બોટ મળે છે. જે સંપૂર્ણ વતાનુકૂલિત છે.
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝ ઉપરાંત વોટર બલુન, વોટર બાઈસીકલ, સ્પીડ બોટ જેવી અન્ય રાઈડ્સ પણ ફરી શરૂ કરાઈ છે. આ ઉપરાંત ટૂંક સમયમાં રાઈડ્સમાં નવું નજરાણું અમદાવાદના લોકોને મળે તેવી શક્યતા છે.
GNS