(અબરાર એહમદ અલ્વી)
અમદાવાદ, તા.૧૦
સ્ક્રેપ થયેલા કે વેચેલ વાહનોનો પોતાની પસંદગીનો નંબર વાહન ચાલકો હવે નવા વાહન માટે પોતાની પાસે રાખી શકશે. આ પોલીસીમાં વાહન માલીક બે વખત તેઓના વાહન નંબર રીટેન્શન કરી શકશે, જોગવાઇ મુજબ જ ફી ચૂકવવાની રહેશે.
વાહન નંબર રીટેન્શન માટે અગાઉ જેમ ચોઇસ નંબર માટે નિયત કરેલ ફીની જોગવાઇ મુજબ
ટુ વ્હીલરના ગોલ્ડન નંબર માટે રૂ. 8000, સિલ્વર નંબર માટે રૂ 3500 અને અન્ય નંબર માટે રૂ 2000 અને
અન્ય વાહનો માટે ગોલ્ડન નંબર માટે રૂ. 40000, સિલ્વર નંબર માટે રૂ. 15000 માટે ફી ચુકવવાની રહેશે.