સાજીદ સૈયદ, નર્મદા
રાજપીપળામા આવેલ હેલીપેડ ખાતે 14.43 કરોડનો રીંગ રોડનુ સાંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષ સ્થાને ખાતમુહુર્ત કરાયુ
નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના રાજપીપળા ખાતે સરકારી ઓવારાથી રીંગ રોડ ખાતમુહુર્ત કરવામાં આવ્યું
ગુજરાત સરકારની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા સરકારી ઓવારાથી રીંગ રોડનું 14.43 કરોડના ખર્ચે નવું બનાવવામાં આવશે. તેનું ખાતમુહૂર્તનો સમારોહ યોજાયો હતો જેમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ ખાતમુહુર્તમાં નાદોદ વિધાનસભાના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વસાવા, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.