રાજકોટ શહેર ખાતે જન્માષ્ટમી પર્વ અંતર્ગત રાજકોટ શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત આઝાદીનો અમૃત લોકમેળામાં આવતા લોકો શાંતિથી હરી ફરી શકે તે માટે અસરકારક પેટ્રોલિંગ રાખવા સુચના મળી હતી જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજા તથા ઇન્સ્પેક્ટર જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લોકમેળામાં પેટ્રોલિંગમાં કરી રહી હતી જે દરમિયાન અમુક અસામાજીક તત્વો તથા શંકાસ્પદ ઈસમો મળી આવતા તેઓને રોકીને તપાસ કરતા આ શંકાસ્પદ ઈસમોને તરત જ પોલીસ દ્વારા પાઠ ભણાવવામાં આવ્યો હતો.