(રીઝવાન આંબલિયા)
આ ફિલ્મ આજની યુવા પેઢીને એક અદભુત માર્ગદર્શન પૂરું પાડશે
ગુજરાતની ગુજરાતી ફિલ્મ પ્રિયદર્શક ગણ માટે તારીખ 17/12/2023 રવિવારના રોજ રાકેશ મહેતા પ્રોડક્શન દ્વારા એક સુપર ડુપર ગુજરાતી ફિલ્મનો મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ગુજરાતની જનતા માટે એક એવો મેસેજ આપતી ફિલ્મ હશે કે, ગુજરાતી વ્યક્તિ ગમે તેવા ખરાબ સમયને બદલી નાખવાની તાકાત ધરાવે છે. જે આજની યુવા પેઢીને એક અદભુત માર્ગદર્શન પૂરું પાડશે આ મુહૂર્ત પ્રસંગે ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહી સારું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ફિલ્મનો મુહૂર્ત પણ તેમના જ હસ્તે કરવામાં આવ્યું હતું અને રાકેશ મહેતા પ્રોડક્શનની તમામ ટીમને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
આ મુહૂર્તમાં અન્ય મહેમાનોએ પણ હાજરી આપી હતી જેમાં પાટણ શહેરના નગરસેવક શ્રી રાહુલભાઈ દેસાઈ વિશ્વ હિન્દુ પરિષદના ગાંધીનગરના જિલ્લા પ્રમુખ અને ગાંધીનગર બ્રહ્મ સમાજના જિલ્લા પ્રભારી શ્રી સુનિલભાઈ ત્રિવેદી ગાંધીનગર નગરપાલિકાના નગરસેવક હિમાબેન ભટ્ટ ગાંધીનગર બ્રહ્મ સમાજના યુવા મંત્રી સ્મિત વ્યાસે હાજર રહી શુભેચ્છા પાઠવી હતી.
આ ફિલ્મના નિર્માતા તરીકે રાકેશ મહેતા છે તથા સહ નિર્માતા તરીકે દિપકભાઈ પટેલ તથા પૂજા લખવાના છે. આ ફિલ્મના લાઈન પ્રોડ્યુસર રાજેશ પવાર સાહેબ છે. આ ફિલ્મના દિગ્દર્શક જીતેન્દ્ર પરમાર છે જેમણે અત્યાર સુધીમાં 10થી વધુ ફિલ્મમાં તેમજ 25થી વધુ ટીવી સિરિયલમાં દિગ્દર્શક પૂરું પાડ્યું છે. છબી કલાની વિશેષ જવાબદારી શ્રી અજય રાણા તેમજ શ્રી વિજય પંચાલ સંભાળી છે. ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે મિત મહેતા, મિષ્ટી સોલંકી, પૂજા લખવારા, મીનાક્ષી વૈષ્ણવ, રિઝવાન આંબલીયા, અતુલભાઇ લાખાણી, પરાગ સોલંકી, ફારુક રીછડી વાલા, સુનિલ બેલદાર, કુસુમ જાદવ તથા અન્ય ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં તેમના ઓજસ પાથરશે.