શાયર મુનવ્વર રાણાનું મોટું નિવેદન
લખનઉ,તા.૧૮
શાયર મુનવ્વર રાણાએ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધ્યું હતું. તેમણે ઓવૈસી મુસલમાનોના વોટમાં ભાગલા પાડવા યુપી આવ્યા હોવાનો દાવો પણ કર્યો હતો. મુનવ્વર રાણાએ જણાવ્યું કે, જાે ઓવૈસીના કારણે પ્રદેશમાં ભાજપ જીત્યું અને યોગી આદિત્યનાથ ફરી સીએમ બનશે તો પોતે યુપી છોડીને કોલકાતા પાછા જતા રહેશે. મુનવ્વર રાણાના કહેવા પ્રમાણે યુપીમાં મુસલમાનોના મત વહેંચાઈ જાય છે.
ઓવૈસી યુપી આવીને ત્યાંના મુસલમાનોને ભડકાવી રહ્યા છે. આ રીતે મુસલમાનોની વોટ બેંકમાં ભાગલા પડાવીને ભાજપની મદદ કરી રહ્યા છે. આ સંજાેગોમાં જાે ઓવૈસીની મદદથી પ્રદેશમાં ભાજપ જીત્યું અને યોગી આદિત્યનાથ ફરી મુખ્યમંત્રી બની ગયા તો પોતે યુપી છોડીને કોલકાતા પાછા જતા રહેશે. થોડા દિવસ પહેલા એટીએસ દ્વારા રાજધાનીમાં આતંકવાદીઓની ધરપકડને લઈ મુનવ્વર રાણાએ ચૂંટણી જીતવા આ બધું કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે ભાજપ સરકારનું એક જ કામ છે કે, કોઈ પણ રીતે મુસલમાનોને હેરાન કરો. પછી તે ધર્માંતરણનો કાયદો અને જનસંખ્યા નિયંત્રણના કાયદાનો મુદ્દો હોય કે પછી આતંકવાદના નામે ધરપકડ.