(અબરાર એહમદ અલ્વી)
મુંબઈ,
મહારાષ્ટ્રના મંત્રી યશોમતી ઠાકુર કોરોના પોઝિટિવ અત્યાર સુધીમાં પાંચ મોટા નેતાઓ થયા છે સંક્રમિત
મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં ઘણા મંત્રીઓ અને ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રના મંત્રી યશોમતી ઠાકુર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ જાણકારી ખુદ યશોમતી ઠાકુરે આપી છે. આ પહેલા મંત્રી બાલાસાહેબ થોરાટ, રાજ્ય મંત્રી પ્રાજક્ત તનપુરે, ટ્રાયલ ડેવલપમેન્ટ મંત્રી કેસી પાડવી અને શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ પણ સંક્રમિત જોવા મળ્યા હતા.
યશોમતી ઠાકુર કોરોના સંક્રમિત થનાર મહારાષ્ટ્રના ચોથા મંત્રી છે. રાજ્ય વિધાનસભા સત્ર દરમિયાન મંત્રીઓ સહિત 52 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. NCP પ્રમુખ શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલે અને તેમના પતિ સદાનંદ સુલે પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં કોરોનાનું સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. સામાન્ય જનતાની સાથે રાજકારણીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ નવા વેરીઅન્ટ ઓમીક્રોનના કેસ પણ 198 થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે, 198 દર્દીઓમાંથી ઘણા લોકોને કોરોનાની રસી લઈ લીધી છે. છેલ્લા 24 કલાકમાં 8,067 નવા કેસ નોંધાયા છે, જેમાં 4 ઓમિક્રોન કેસ પણ નોંધાયા છે. તે જ સમયે, 1,766 દર્દીઓ સંક્રમણમાંથી સાજા થયા છે. ચોવીસ કલાકમાં 8 દર્દીઓએ સંક્રમણને કારણે જીવ ગુમાવ્યો છે.