ભારતે વર્લ્ડ કપમાં ત્રણેય મેચમાં જીત નોંધાવતા કેપ્ટન રોહિત શર્મા ટીમ સંયોજનમાં મોટો ફેરફાર કરવાનું ટાળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમીને વર્લ્ડ કપમાં અત્યાર સુધી પ્લેઈંગ ઈલેવનમાં તક નહીં અપાતા અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે. ૨૦૧૯ના વર્લ્ડ કપની જેમ ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે દરેક ખેલાડીની ભૂમિકા સ્પષ્ટ છે. એટલા માટે જ વિશ્વ કક્ષાના બોલર એવા શમીને વર્લ્ડ કપમાં ભરતની પ્રથમ ત્રણ મેચમાં રમવાથી વંચિત રહેવું પડ્યું છે. આગામી કેટલીક મેચમાં પણ શમીને બેન્ચ પર બેસી રહેવું પડે તેવી શક્યતા છે.
શમીએ વર્લ્ડ કપ પૂર્વે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં પાંચ વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. હાલમાં ભારતીય ટીમ સંતુલિત જણાય છે. ભારતે વર્લ્ડ કપમાં ત્રણેય મેચમાં જીત નોંધાવતા કેપ્ટન રોહિત શર્મા ટીમ સંયોજનમાં મોટો ફેરફાર કરવાનું ટાળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. મોહમ્મદ શમી જેવા વરિષ્ઠ બોલરને બેન્ચ પર બેસાડી રાખવાનો ર્નિણય થોડો અજુગતો છે. આગામી કેટલીક મેચમાં મેનેજમેન્ટ સિરાઝને તક આપી શકે છે.
મોહમ્મદ સિરાઝ હાલમાં નવા બોલ સાથે જસપ્રીત બુમરાહનો સાથ આપી રહ્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ત્રીજા પેસ બોલરની ભૂમિકા અદા કરી રહ્યો છે. ચોથા વિકલ્પ તરીકે શાર્દુલને લેવાયો હતો જેણે બે મેચમાં આઠ ઓવર ફેંકી હતી. સપાટ પીચ પર ચોથા બોલર તરીકે શાર્દુલને તક આપવામાં આવી હતી જ્યારે ચેન્નાઈની સ્પિનરને મદદરૂપ પીચ પર અશ્વિનનો ટીમમાં સમાવેશ કરાયો હતો. કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા નિયમિત સ્પિનર તરીકે ટીમમાંથી રમી રહ્યા છે. બેટિંગ મોરચે પણ ભારતીય ટીમમાં દરેકની ભૂમિકા નક્કી જણાય છે. ૨૦૧૯ના વર્લ્ડ કપની જેમ ચોથા ક્રમના બેટ્સમેન માટે અનેક દાવેદારો ઉભા છે.. શ્રેયર ઐયર ફિટ હોય તે સ્થિતિમાં તેને રમાડવામાં આવે છે. સૂર્યકુમાર યાદવમાં એક્સ ફેક્ટર હોવા છતાં તેને હજુ થોડો સમય ઈલેવનમાં રમવા માટે રાહ જાેવી પડશે. કેપ્ટન રોહિત શર્મા આગળથી નેતૃત્વ સંભાળી રહ્યો છે અને તેથી જ વર્લ્ડ કપ ભારતને હરાવવું મુશ્કેલ જણાય છે.
ભારતીય ટીમના સંયોજનને લઈને કેટલાક સવાલો જરૂર ઉપસ્થિત થઈ રહ્યા છે. શું ટીમ ઈન્ડિયા ત્રીજા પેસર તરીકે હાર્દિક પંડ્યા પર ર્નિભર રહી શકે છે..? શું શાર્દુલની જગ્યાએ શમીને રમાડવો જાેઈએ..? ભારતીય ટીમના પૂર્વ પસંદગીકાર એમએસકે પ્રસાદે જણાવ્યું કે, હાલમાં ટીમ ઈન્ડિયામાં સ્થિતિ મુજબ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી રહી છે. આ રણનીતિ કારગર નિવડી રહી છે. ચેન્નાઈમાં અશ્વિન પ્રભાવી રહ્યો જ્યારે બાકીની બે મેચમાં શાર્દુલને રમાડવામાં આવ્યો હતો.
અમદાવાદમાં શાર્દુલની ખાસ જરૂર પડી નહતી કારણ કે, અન્ય બોલર્સે તેમનું કામ કર્યું હતું.. સિરાઝને જ્યારે બદલવાની જરૂર જણાશે ત્યારે શમીને ઈલેવનમાં તક મળી શકે છે. ટીમમાં ક્યા ખેલાડીને સ્થાને કોને તક મળશે તે સ્પષ્ટ છે. ઐયરના સ્થાને સૂર્યકુમારને રમાડવામાં આવી શકે છે જ્યારે ગિલની જગ્યાએ ઈશાનને તક મળશે. સ્પિનરને મદદરૂપ પીચ ઉપર અશ્વિનને ઈલેવનમાં તક મળી શકે છે. હાર્દિક ઓલરાઉન્ડર તરીકે અનિવાર્ય છે પરંતુ ભૂતકાળમાં તેની ફિટનેસની સમસ્યાને જાેતા શું તે પુરી ૧૦ ઓવર ફેંકવા સક્ષમ છે..? હાલમાં હાર્દિક દરેક મેચમાં પાંચથી છ ઓવર ફેંકી રહ્યો છે.
Lovely just what I was searching for.Thanks to the author for taking his clock time on this one.