મોડાસા ટાઉન પોલીસની કામગીરીથી બાળક ખુશીથી ઝુમી ઉઠ્યો, પોલીસનો આભાર માન્યો એવું તો શું બન્યું….!! વાંચો
ટાઉન પોલીસે બાળક અને તેના પિતાને ચોરી થયેલ સાયકલ શોધી સુપ્રત કરતા બાળક આનંદિત બન્યો હતો.
બાળકના પિતાએ ટાઉન પોલીસનો આભાર વ્યક્ત કરી PI તોમરે બાળક અને તેના પિતાને કોફી પણ પીવડાવતા પોલીસ પરિવાર જેવો અહેસાસ અનુભવ્યો હતો.
અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારનો એક પરીવાર તેમના બાળકના ઉચ્ચ અભ્યાસ માટે થોડા દિવસ અગાઉ મોડાસા શહેરમાં રહેવા આવ્યો છે. પરિવાર માટે પ્રથમ ઘાસે મક્ષિકાની જેમ બાળકના અભ્યાસ માટે લાવવામાં આવેલી સ્પોર્ટ્સ સાયકલ ઘર આગળથી ચોરી થઇ જતા પરિવાર અને બાળક પણ અચંબિત બન્યું હતું. આ અંગે ટાઉન પોલીસને જાણ કરતા નેત્રમ કેમેરાની મદદથી ગણતરીના કલાકોમાં પોલીસે સાયકલ શોધી આપતા બાળક પોતાની ચોરી થયેલ સાયકલ પરત મળતા ખુશીથી ઝુમી ઉઠ્યો હતો. પોલીસની ઇચ્છાશક્તિ હોય તો રૂ માંથી સોય પણ ગોતી લાવતી હોય છે.
મોડાસા શહેરમાં ગત સપ્તાહમાં એક પરિવાર તેમના બાળકના અભ્યાસ માટે રહેવા આવ્યો છે રવિવારે પરિવાર કામકાજ અર્થે બે કલાક માટે બહાર જતા ઘરના વરંડામાં પાર્ક કરેલ સાયકલ ચોરી થતા ઘરે પરત આવતા ઘરના વરંડામાં પાર્ક કરેલી સ્પોર્ટ્સ સાયકલની ચોરી થતા બાળક ભારે નિરાશ થઇ ગયો હતો. ધોળે દહાડે સાયકલ ચોરાતા પરિવારના મોભી સહીત સોસાયટીના રેહવાસીઓ પણ ચિંતિત બન્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરતા ટાઉન પોલીસની ટીમે નેત્રમ કેમેરાની મદદથી ચોરી કરનાર શખ્સને ઝડપી લીધો હતો અને ચોરી થયેલ સાયકલ રિકવર કરી હતી.