Safeer News

Breaking News from Ahmedabad

દેશ

“મુસ્લિમ શિલ્પકારો ભગવાન વિશ્વકર્માનાં છે વંશજ” : ભાજપ સાંસદ રામચંદ્ર જાંગરા

લખનૌ,
આવતા વર્ષે ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અંગે વધતા ઉત્સાહ વચ્ચે ધર્મો અને સમુદાયો વિશે નિવેદનો આપવા પણ તીવ્ર બની ગયા છે. ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ રામચંદ્ર જાંગરાએ હવે મુસ્લિમ શિલ્પકારોને લઇને આવું જ એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, દેશમાં માત્ર હિન્દુ જ નહીં પણ મુસ્લિમ શિલ્પકારો પણ ભગવાન વિશ્વકર્માનાં વંશજ છે. ભૂતકાળમાં તેઓ હિન્દુ પણ હતા, પરંતુ સમાજમાં આદરનાં અભાવે તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો.

ભાજપનાં રાજ્યસભા સાંસદ રામચંદ્ર જાંગરાએ રવિવારે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દરેક શિલ્પકાર ભગવાન વિશ્વકર્માનાં વંશજ છે. બાબર શિલ્પકારો સાથે ભારત આવ્યો ન હતો. ઇરાક, ઈરાન અને અમીરાતમાં માત્ર રેતીનાં ટેકરાઓ છે, તેથી આ હસ્તકલા ત્યાં અસ્તિત્વમાં આવી નથી. તેથી, બધા મુસ્લિમ શિલ્પકારો ભગવાન વિશ્વકર્માનાં વંશજ છે. જણાવી દઇએ કે, મુઝફ્ફરનગરનાં રામપુરીમાં વિશ્વકર્મા મંદિરમાં યોજાયેલા સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપનાં રાજ્યસભાનાં સભ્ય રામચંદ્ર જાંગરા પહોંચ્યા હતા. આ દરમ્યાન મંચ પરથી પોતાના સંબોધન દરમ્યાન તેમણે કહ્યું કે, વિશ્વકર્મા સમાજે રાષ્ટ્રનાં નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. અમને શિલ્પકાર અને તકનીકી કુશળતા ભગવાન વિશ્વકર્મા પાસેથી મળી છે. જાંગરાએ કહ્યું કે, દરેક શિલ્પકાર ભગવાન વિશ્વકર્માનાં વંશજ છે. બાબર શિલ્પકારો સાથે ભારત આવ્યો ન હતો. ઇરાક, ઈરાન અને સંયુક્ત અરબ અમીરાત પાસે માત્ર રેતીનાં ટેકરાઓ છે, તેથી આ હસ્તકલા ત્યાં અસ્તિત્વમાં આવી નથી. તેથી, તમામ મુસ્લિમ શિલ્પકારો ભગવાન વિશ્વકર્માનાં વંશજ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *