(હર્ષદ કામદાર)
દેશમાં કોરોના કેસોમાં બહુ મોટા પ્રમાણમા ઘટાડો થવા લાગતા સરકારની ચિંતામાં પણ ઘટાડો થયો છે. તેમજ આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જાે કે દેશમાં નવા ડેલ્ટા વેરિએન્ટના કેસ સામે આવતા સ્વાસ્થ્ય મંત્રાલયની ચિંતાઓ વધી છે જે કારણે આઠ રાજ્યોને આ રોગ અટકાવવા પગલાં લેવા ચેતવણી આપી દીધી છે. તેમજ ત્રીજી કોરોના લહેર ત્રાટકવાની સંભાવનાની ચેતવણી સામે રસીકરણ અભિયાન ઉપાડયું છે….. પરંતુ ખાટલે મોટી ખોડ એ રહી છે કે રસી મર્યાદામાં આવતી હોય રસી લેવા આવેલા લોકોને રસી લીધા સિવાય પરત ફરવું પડે છે જે કારણે આમ પ્રજામાં રોષ વ્યાપેલો છે. પરંતુ સરકારને જ રસીનો જથ્થો પુરતા પ્રમાણમાં ન મળતો હોય તો તે પણ શું કરે…..? તે મોટો સવાલ છે અને આ કારણે દેશમાં અનેક રસી સેન્ટરો બંધ કરવા પડ્યા છે. જાે સરકારે ઘેર ઘેરઘેર રસી આપવાનુ આયોજન કર્યું હોત તો……? તો લોકો ધીરજ રાખી રસી લેવા પોતાની વારાની રાહ જાેઈ હોત અને ઊહાપોહ થયો ન હોત… દેશમાં ચાલી રહેલી આ બધી ઘટમાળની અસર રાજકીય ક્ષેત્રે પડી હોય તેવું અનુભવાતું નથી…..! દેશમાં આવતા વર્ષે આવી રહેલી પાંચ રાજયોની ચૂંટણી જીતવા ભાજપાએ અત્યારથી જ વિવિધ આયોજન કરતા દેશના અન્ય રાજકીય પક્ષો પણ દોડતા થઇ ગયા છે. અને દરેક પક્ષ પોત-પોતાની રીતે વ્યુહ રચના કરી વિવિધ આયોજન કરવા લાગ્યા છે. બીજી તરફ દેશમાં બંગાળના અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી ચૂંટણી લડ્યા સિવાય મુખ્યમંત્રી બન્યા હતા તેઓની ધારાસભ્ય તરીકે ચૂટાવાની સમય મર્યાદા પૂર્ણ થવા તરફ હતી ત્યારે ચૂંટણીપંચ કોરોનાના બહાના તળે ખાલી પડેલ જે તે રાજ્યોની બેઠકોની ચૂંટણી યોજવા તૈયાર ન હતું…..જાે કે કેન્દ્ર સરકારે રજૂઆત કરી હોત તો ચૂંટણીપંચ પેટા ચૂંટણીઓ માટે તૈયાર થયુ હોત…. પરંતુ ભાજપની ચાલ મમતાને મુખ્યમંત્રી પદ છોડવુ પડે તે હોઈ શકે….! એટલે ઉતરાખંડમાં જે તે નિવેદનને લઈને બદનામ થયેલા મુખ્યમંત્રી પાસે રાજીનામું મુકાવીને કોઈએ ધાર્યા ન હોય તેવા પૂષ્કરસિહ ધામીને મુખ્યમંત્રી બનાવી દીધા જાેકે તેમની નિયુક્તિ સામે આંતરિક વિખવાદ પણ થયો છે……! છતાં હવે મમતા કયો વ્યુહ અપનાવે છે તેના પર સૌની નજર મંડરાયેલી છે……!
પાચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ માટે તેમજ વડાપ્રધાન મોદીજી માટે અગત્યનુ રાજ્ય ઉત્તર પ્રદેશ છે…. કારણ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ૮૦ બેઠકો છે જે કેન્દ્રમા કોની સરકાર બને તેનો મુખ્ય આધાર છે. ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં સમાજવાદી પાર્ટીએ મેદાન માર્યું છે અને તેને ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સફળતા મળી છે જે ભાજપ માટે મોટી ચિંતા છે. જ્યારે કે માયાવતીએ પોતાના ચોકો અલગ માંડવાનો ર્નિણય કરેલ છે અને કોઈપણ પક્ષ સાથે સમજૂતી કરવાના મૂડમાં નથી.જાે કે માયાવતીના બાપાનું યુપીમાં મોટા પ્રમાણમાં ધોવાણ થઈ ગયું છે. તો કોંગ્રેસ પક્ષ પણ એકલા હાથે ચૂંટણી લડવાનું છે અને તેમાં પણ પ્રિયંકા ગાંધીને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરવાનો જુગાર ખેલી નાખવાનો છે. બીજી તરફ ભાજપ મુસ્લિમ મતો મળે તે માટે ઓવૈસી સાથે બેઠક સમજૂતી માટે વાત કરી પણ ગમે તે કારણે જામ્યું નહીં અને ઓવૈસી અન્ય સ્થાનિક પક્ષો સાથે સમજૂતી કરી ૧૦૦ જેટલી બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. યુપીમાં મુસ્લીમ મતદારો વધુ પ્રમાણમાં છે. ત્યારે સંઘ વડાશ્રીએ યુપી અનુસંધાને મોટી વાત કરી દીધી. તેઓએ દેશની એકતા અને અખંડિતતા માટે આવ્હાન કરતા કહ્યું કે ભારતમાં રહેનારા તમામ લોકોના ડીએનએ એક જ છે પછી ભલે ગમે તે ધર્મ પાળતા હોય, હિન્દુ- મુસ્લિમ એકતા ભ્રામક છે, તેઓ અલગ છે જ નહીં, પ્રાર્થના કરવાની અલગ પદ્ધતિના આધારે લોકો સાથે ભેદભાવ થઈ શકે નહીં, તેઓને અલગ પાડી શકાય નહીં, ભારતમાં હિન્દુ કે મુસ્લિમનું પ્રભુત્વ છે તેવી વાત જાેઈ શકે નહીં…..આમ કહીને મુસ્લિમોના મત મેળવવાનો મોટો વ્યુહ ખેલી નાખ્યો…..મતલબ ભાજપ અને સંઘ સમજી ગયા છે કે યુપી જીતવા માટે મુસ્લીમ મતો મળવા જરૂરી છે…. નહી તો…..!!