Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

મુસ્લિમ ધર્મગુરુ અલ-ઈસા ભારતની મુલાકાતે આવશે

ક્રાઉન પ્રિન્સનો ‘જમણો હાથ’ તરીકે ઓળખાય છે મુસ્લિમ ધર્મગુરુ અલ-ઈસા

મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ મોહમ્મદ બિન અબ્દુલ કરીમ અલ-ઈસા આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે છે. મુસ્લિમ વર્લ્ડ લીગ સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં હાજર મુસ્લિમોનું એક પ્રભાવશાળી સંગઠન છે. મોહમ્મદ બિન અબ્દુલ કરીમ અલ-ઈસા તેમની ભારત મુલાકાત પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલને મળશે. અલ-ઈસા ૧૦ જુલાઈએ નવી દિલ્હી પહોંચશે અને તે જ સાંજે NSAને મળશે. તે જ સમયે, ૧૧ જુલાઈએ સવારે ૧૧ વાગ્યે, તેઓ ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટરમાં પણ લોકોને સંબોધિત કરવાના છે. આ દરમિયાન NSA ડોભાલ પણ હાજર રહેશે.

મુસ્લિમ વર્લ્ડ લીગ એક આંતરરાષ્ટ્રીય એનજીઓ છે, જેની સ્થાપના ૧૯૬૨માં થઈ હતી. તેનો હેતુ સમગ્ર વિશ્વમાં ઇસ્લામનો પ્રચાર કરવાનો છે, જેથી વિશ્વ આ ધર્મને વધુ સારી રીતે સમજી શકે. મુસ્લિમ વર્લ્ડ લીગનું મુખ્યાલય સાઉદી અરેબિયાના સૌથી પવિત્ર શહેર મક્કામાં છે. આ સિવાય સમગ્ર વિશ્વમાં મુસ્લિમ વર્લ્ડ લીગની ઓફિસો આવેલી છે. મુસ્લિમ વર્લ્ડ લીગને વિશ્વમાં મુસ્લિમોની સૌથી પ્રભાવશાળી સંસ્થા તરીકે જાેવામાં આવે છે. મોહમ્મદ અલ-ઈસા મુસ્લિમ લીગના વડા છે. તેઓ સાઉદી અરેબિયાના ન્યાય પ્રધાન પણ રહી ચૂક્યા છે. તેઓ માત્ર મુસ્લિમોના સંગઠનનું જ નેતૃત્વ કરતા નથી, પરંતુ તેઓ માનવતાની ભલાઇ માટે કામ કરતી સંસ્થા ‘સેન્ટર ફોર રિસ્પોન્સિબલ લીડરશિપ’ના અધ્યક્ષ પણ છે.

મોહમ્મદ અલ-ઈસાને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો જમણો હાથ માનવામાં આવે છે. તે માત્ર ઇસ્લામ, શરિયા, હદીસ અને તમામ મહત્વપૂર્ણ ઇસ્લામિક પુસ્તકોનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ નથી, પરંતુ તેમની પાસે ઘણી ડિગ્રીઓ પણ છે. BAની ડિગ્રી મેળવવા ઉપરાંત, તેમણે ‘ઇમામ મોહમ્મદ બિન સાઉદી ઇસ્લામિક યુનિવર્સિટી’માંથી PhD પણ કર્યું છે. ૨૦૧૬માં જ્યારે મોહમ્મદ અલ-ઈસાને મુસ્લિમ વર્લ્ડ લીગના વડા બનાવવામાં આવ્યા હતા, ત્યારે તે અચાનક આંતરરાષ્ટ્રીય હેડલાઈન બની ગયા હતા.

તેમને ક્રાઉન પ્રિન્સના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. મોહમ્મદ અલ-ઈસાની છબી એક મધ્યમ મુસ્લિમ ધાર્મિક નેતા તરીકેની છે. એવું કહેવાય છે કે, તે સાઉદી અરેબિયાની મધ્યમ છબી બનાવવા માટે ક્રાઉન પ્રિન્સની યોજનાને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *