અમદાવાદ,તા.25
સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે જેના પગલે રાજ્યમાં આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો અંગે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી રહી છે હોળી અંગેની ગાઇડલાઇન બહાર પાડ્યા બાદ હવે રાજ્ય સરકારે રવિવારે આવનાર “શબ-એ-બરાત”ના તેહવાર અંગે ગાઇડલાઇન બહાર પાડી છે. સામાન્ય દિવસોમાં “શબ-એ-બરાત”ના તહેવાર નીમીત્તે મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં કબ્રસ્તાન જાય છે અને જે લોકો દુન્યામાં નથી રહ્યા તેમની માટે ખાસ દુવા કરે છે. મસ્જિદોંમાં પણ મોટી સંખ્યામાં ઇબાદત માટે એકત્રીત થાય છે અને પૂરી રાત જાગીને ઈબાદત કરે છે, પરંતુ રાજ્ય સરાકારે રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઇને રાજ્ય સરકાર દ્વારા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે જેમાં કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે મોટી સ્ખ્યામાં લોકોને મસ્જિદોમાં અને કબ્રસ્તાનમાં એકત્રીત ના થવાનું જણાવવામાં આવ્યું છે.