Safeer News

Breaking News from Ahmedabad

Uncategorized

મુંબઈમાં કાપડનો વેપાર કરતી મહિલાને અલગ-અલગ હોટલોમાં લઈ જઈ અમદાવાદના શખ્સે ગુજાર્યો બળાત્કાર

મુંબઈના જૂહુની 30 વર્ષની કાપડના મહિલા વેપારીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ઘાટલોડિયાના દીપક શર્મા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલાએ જણાવ્યું કે, રાજેશ પરણેલો હોવા છતાં તેણે મારી સાથે લગ્ન કર્યા હતા. પીડિત મહિલાએ જૂહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ તે ફરિયાદને મુંબઈ પોલીસે અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી હતી. ફરિયાદી મહિલાએ એવી પણ ફરિયાદ કરી છે કે દીપકે મોબાઈલ ચાર્જરથી ગળું દબાવીને હત્યા કરવાની પણ કોશિશ કરી હતી. પોલીસે આ મામલે હત્યાનો પ્રયાસ અને રેપની ફરિયાદ નોંધી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2017માં જ્યારે તે કાપડની ખરીદી કરવા માટે અમદાવાદ આવી હતી, ત્યારે તે દીપક શર્મા નામના શખ્સને મળી હતી. તેણે જણાવ્યું કે આ પછી તેમણે પાર્ટરનશીપમાં વેપાર કરવાનું શરુ કર્યું હતું. આના પછી તે બન્ને જન સાથે વેપાર કરતા હોવાથી પ્રેમમાં પડ્યા હતા, દીપકે ફરિયાદી મહિલા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.

આ પછી બન્ને જણા CG રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં ગયા હતા અને બન્નેએ બિયર પીધી હતી, આ પછી મહિલાને ખબર પડી કે તે છેતરાઈ ગઈ છે, કારણ કે દીપક પરણેલો હોવાનું તેને જાણવા મળ્યું હતું. જ્યારે દીપકનો ભાંડો ફૂટી ગયો ત્યારે ગુસ્સે થઈ ગયો હતો અને તેણે કહ્યું કે, તે તેની પહેલી પત્નીને છૂટાછેડા આપી દેશે. ફરિયાદ મહિલાએ જણાવ્યું કે નવેમ્બર 2018માં તેમણે ભિલવાડામાં જઈને દીપક સાથે હરણી મંદિરમાં લગ્ન કરી લીધા હતા. આ પછી તે ફરિયાદી મહિલાને લઈને હોટલમાં ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી તેના પર ઉદેપુર અને અમદાવાદમાં પણ બળાત્કાર ગુજાર્યો હતો અને કહ્યું હતું કે હવે તો આપણે પરણી ગયા છીએ.

પછી જ્યારે મહિલાને ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપિંડી થઈ છે તો તેણે દીપક સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું પરંતુ દીપક તેને ફોન કરીને જવાબ માગતો હતો અને તેની સાથે અભદ્ર વર્તન કરતો હતો. આરોપી સામે બળાત્કાર અને હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *