દેશમાં કોરોનાની બીજી લહેરના પ્રારંભ વચ્ચે કોરોના હોટસ્પોટ કેરળ, તમીલનાડુ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની યોજાયેલ ચૂંટણીઓમાં કેન્દ્રીય રાજનેતાઓ-નેતાઓ સહિત જે તે રાજકીય પક્ષોના સત્તા મોહાન્ધ બનેલા નાના મોટા નેતાઓએ કોરોનાને નગણ્ય ગણીને ધૂમ ધડાકા સાથે કોરોના નિયમોની ઐસીતૈસી કરીને હજારો- લાખોની સંખ્યામાં ભીડ એકઠી કરેલી ભીડવાળી સભાઓ સંબોધી અને રેલીઓ પણ કાઢી.. બીજી તરફ પાંચ રાજ્યો છોડીને દેશના અન્ય રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉતરાખંડ, ગુજરાતમાં જ કોરોનાની બીજી લહેર ફરી વળી હોય તે રીતે આમ પ્રજાને કોરોના નિયમોનું પાલન કરવા અને વેક્સિન લેવાનો મારો ચલાવતા રહ્યા છે….. તે સાથે કોરોના ફેલાવવા માટે આમ પ્રજાને જવાબદાર ગણાવે છે….! આ કેવી નીતિ….?! પ્રજાને વાંકે પખાલીને ડામ… જાેકે રાજનેતાઓ કે નાના મોટા નેતાઓ અને કાર્યકરો કોરોના નિયમોની ઐસીતૈસી કરતા રહ્યા અને તેના પરિણામો આજે આમ પ્રજા ભોગવી રહી છે… તેવી સવાલી સાથેની આરોપ-પ્રતિઆરોપ કરતી ચર્ચા આમ જાગૃત પ્રજાજનોમાં ચાલી રહી છે. જ્યારે કે ગુજરાતમાં કોરોનાએ વરવુ રૂપ પકડ્યું છે તે માટે સત્તાધારી પક્ષને જવાબદાર આમ પ્રજા ગણી રહી છે…..! તેના કારણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગણાવે છે…. તેમાં પણ કોરોના કેસો હોવા છતાં ભાજપ પ્રદેશ પ્રમુખનુ ઠેર ઠેર થયેલ સ્વાગત અને સમારંભો, ત્યારબાદ ચૂંટણીઓ દરમિયાન પ્રજાને માસ્ક અને ડિસ્ટન્સ જાળવવાની સલાહ આપતા રાજનેતાઓ અને નેતાઓ તથા કાર્યકરો ચૂંટણીપ્રચાર સભાઓમાં માસ્ક ધારણ કરતા ન હતા તો ભીડ એકઠી કરેલ જનમેદનીને મોઢે માસ્ક ધારણ કરવા માટે અપીલ પણ કરતા ન હતા. આપણા વડાપ્રધાન શ્રી, કેન્દ્રના આરોગ્ય મંત્રી, રાજ્યના મુખ્યમંત્રી આમ પ્રજાને મોઢે માસ્ક ધારણ કરવા, ડિસ્ટન્સ જાળવવા અપીલ કરતા હતા… આને શું કહેવાય….? અને આખરે કોરોનાએ વરવુ રૂપ બતાવતા પ્રજાને કોરોના ફેલાવવા બદલ દોષિત ઠેરવે છે…..!! ત્યારે સરકારની કે રાજનેતાઓની આ કેવી નીતિ કહેવી…..? તેવો પ્રશ્ન આમ પ્રજામા ઉઠવા પામ્યો છે…..! દેશભરમાં કોરોનાએ વરવુ સ્વરૂપ પકડ્યું છે તેમાં પણ નવા કોરોના સ્ટ્રેને હાલત જ બગાડી નાખી છે. વિશ્વમાં કોરોના કેસો બાબતે ભારત પ્રથમ ક્રમે આવી ગયું છે જે સતત સાત દિવસથી નંબર વન જાળવી રાખ્યુ છે. જાે કે વિશ્વના અનેક દેશોમાં ચીન છોડીને કોરોના બાબતે ભયાવહ સ્થિતી બની ગઈ છે તેમાં પણ મહાસત્તા ફ્રાન્સને એક મહિનો lockdown જાહેર કરવાની ફરજ પડી છે. જ્યારે ભારતમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થવા પર છે અને મેં મહિનાના પહેલા સપ્તાહમાં પરિણામો છે ત્યાર બાદ કદાચ થોડા દિવસ માટે પણ કેન્દ્ર સરકાર lockdown લાગુ કરી શકે…..! જાે કે ગુજરાતમાં જે રીતે કોરોના કેસો વધી રહ્યા છે તેમાં પણ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર જેવા મહાનગરોમાં જે પરિસ્થિતિ પેદા થઇ છે તેના કારણે લોકો હચમચી ગયા છે….. અને તેમાં પણ સુરતમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ૧૦૦ જેટલા શિક્ષકોના કોરોના પોઝિટિવ આવતા તે પૈકીના કેટલાક સ્પ્રેડર બન્યા હશે…..? તો આરટી પીસીઆર ટેસ્ટ રિપોર્ટ બેથી ત્રણ દિવસે આવતા તે પૈકીના અનેક સ્પ્રેબડર બની ગયા હોઇ શકે છે……! સરકાર lockdown કરવા તૈયાર નથી બીજી તરફ ગુજરાતમાં અનેક ખ્યાતિપ્રાપ્ત મંદિરો સહિતના અનેક મંદિરો સ્વયંભુ બંધ કરી દીધા તો અનેક માર્કેટ યાર્ડો, જે તે નાના-મોટા શહેરના વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન કરી કોરોના વધુ ન ફેલાય તે માટે જાગૃતિ દાખવી…. ત્યારે સરકારે માત્ર સ્વયંભૂ માટે અપીલ કરી. બીજી તરફ આપ અને કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે ગાંધીનગર મનપાની ચૂંટણી રોકવા માગ કરી પરંતુ ચૂંટણી પંચને આમ પ્રજા દેખાતી ન હતી અને તેના ઘેરા પ્રત્યાઘાત ભાજપની બદનામી થાય તેવા પડ્યા ત્યારે મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખશ્રીએ ચૂંટણીપંચને ચૂંટણી રોકવા માંગ કરી ત્યારે… ચૂંટણી પંચની માનવતા જાગી અને ચૂંટણીઓ પાછી ઠેલવી. બીજી તરફ રાજ્યના મોટા શહેરોમાં રેમડિસીવીર ઇન્જેક્શનની અછત સર્જાતા આપડા તફડી મચી ગઈ અને ભાજપના પ્રદેશ પ્રમુખશ્રીએ સુરત ભાજપ કાર્યાલયથી રેમડિસીવીર ઇન્જેક્શન મફત આપવાની જાહેરાત કરીને પછીથી વિતરણ કરવામા આવ્યું ત્યારે આ ઈન્જેક્સન માટે દોડતી પ્રજા હતપ્રભ થઈ ગઈ કે આ કેવું…..હોસ્પિટલોમાં રેમ ડિસિવીર નથી અને માત્ર સુરતમાં જ ભાજપ કાર્યાલય પરથી કોરોના ઇન્જેક્શન મળે. તે સાથે સવાલો ઉઠાવ્યા છે કે જ્યારે મેડિકલ અનુસંધાને દવા વિતરણ માટેનું લાયસન્સ હોય તો જ આવી દવા ઈન્જેક્શન વેચી શકે છે અને સરકારે પણ ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન લખી આપે તો જ દવા આપવી તેવા આદેશો જાહેર કરવામા આવેલ તો શુ ભાજપ પાસે આ માટેનું કોઈ લાયસન્સ છે ખરૂ…..? કે આ માટેની મંજૂરી છે ખરી….. કે પછી ભાજપ આમ પ્રજાને પોતાના પક્ષ પર ર્નિભર બનાવવાનો પ્રયોગ કરી રહી છે….? વંદે માતરમ્