Safeer News

Breaking News from Ahmedabad

આરોગ્ય સફીર

માત્ર 2 દિવસમાં કમરના દુખાવાને કરી દો દૂર, થઇ જશે મોટી રાહત

ઘણાં લોકો કમરના દુખાવાથી અતિશય કંટાળી ગયા હોય છે. આમ, જો તમને પણ અતિશય કમરનો દુખાવો થાય છે તો આ રીતે બે જ દિવસમાં દૂર કરી દો.

આજની આ ફાસ્ટ લાઇફને કારણે મોટાભાગના લોકોને કમરમાં દુખાવો થતો હોય છે. કમરમાં પેઇન થવાને કારણે વ્યક્તિ અનેક રીતે હેરાન થાય છે. ભારતમાં પીઠના નીચેના ભાગમાં થતો દુખાવો ચિંતાજનક સ્થિતિ ઉભી કરે છે, કારણ કે ભારતમાં લગભગ 60 ટકા લોકો એમના જીવનમાં પીઠના નીચેના ભાગના દુખાવાથી પીડિત હોય છે. જો કે આ પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ક્યારેક-ક્યારેક આ દુખાવો સહન પણ કરી શકાતો નથી એટલો વ્યક્તિને થતો હોય છે. આમ, જો તમને લાંબા સમય સુધી આ દુખાવો થાય છે તો તમે તરત જ ડોક્ટરને બતાવો. અથવા, તમે ઘરે બેઠા પણ આ રીતે દુખાવાને દૂર કરી શકો છો.

ચાલવાનું રાખો

પીઠના દુખાવા દરેક લોકોને અલગ-અલગ રીતે થતા હોય છે. જો તમને પીઠમાં દુખાવો થાય છે તો તમે રોજ 35 થી 40 મિનિટ ચાલવાનું રાખો. જો તમે રોજ સવારમાં અથવા રાત્રે ચાલવાનું રાખો છો તો તમને પીઠના દુખાવામાંથી રાહત થાય છે.

સ્ટ્રેચિંગ અથવા સ્ટ્રેંથ એક્સેરસાઇઝ કરો

પીઠના દુખાવાને દૂર કરવા માટે તમે સ્ટ્રેંચિંગ જેવી એક્સેરસાઇઝ કરો. આ એક્સારસાઇઝ તમે ઘરે જ બેઠા પીઠના દુખાવામાંથી આરામ મેળવી શકો છો. આ માટે તમે બેથી ત્રણ દિવસ ફિઝિયોથેરાપીમાં જઇને પણ કસરત શીખી શકો છો. આ કસરત કરવાથી પીઠના દુખાવામાંથી તમે તરત આરામ મેળવી શકો છો.

વજન મેન્ટન કરો

તમે તમારું વજન મેન્ટન કરો. ઘણાં લોકોનું વજન વધારે હોય તો પણ પીઠમાં દુખાવો થતો હોય છે. આ માટે વજનને કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે.

ધુમ્રપાનની લત છોડો

જો તમને ધુમ્રપાનની આદત છે તો તમારે આ છોડવી જ પડશે. તમારી આ આદત તમને પીઠનો દુખાવો કરી શકે છે. ધુમ્રપાન કરવાથી તમારા હાડકા નબળા પડવા લાગે છે. આમ, ધુમ્રપાનની અસર તમારા બોડીમાં અનેક રીતે ખરાબ થાય છે.  

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *