સુરત,તા.૨૯
મોબાઇલનું વળગણ અનેક દામ્પત્યજીવનને વેર વિખેર કરી રહ્યું છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો, જ્યાં પત્નીએ મોબાઇલ ન વાપરવાની કોર્ટમાં બાંયધરી આપ્યા બાદ પિયર જઇને પોતાની માતાના ફોન પર મધરાત સુધી ચેટિંગ કરતી હતી. આ વાત પતિના ધ્યાને આવતા તેણે જાસૂસી કરાવી પત્નીને રંગેહાથે ઝડપી પાડી હતી. બાદમાં છૂટાછેડા આપી દીધા હતા. અલબત્ત, આ કેસમાં લગ્નેત્તર સંબંધ પણ દામ્પત્યજીવન પર ભારે પડ્યા હતા. જાેકે, તેની બોયફ્રેન્ડ સાથે મુલાકાત પણ ફોન મારફત જ થઈ હતી.
કોટ વિસ્તારમાં રહેતા સના અને સમીન (નામ બદલ્યું છે)ના લગ્ન ૨૦૧૫માં થયા હતા. લગ્નજીવન સારી રીતે વિતી રહ્યું હતું. બાદમાં આ જ વિસ્તારના એક યુવક સાથે તેની ચેટિંગ શરૂ થઈ, બંને મળતા થયા. જાે કે, પત્ની આખો દિવસ મોબાઇલ વાપરતી હોવાથી પતિને શંકા ગઈ હતી. સમયસર જમવાનું પણ મળતું ન હોવાથી ઝઘડા વધતા ગયા. આખરે પતિએ પિયર મોકલી આપી તો પત્નીએ ભરણપોષણનો કેસ કરી દીધો. પતિ તરફે વકીલ અશ્વિન જાેગડિયાએ દલીલો કરી હતી. સમજાવટ બાદ પત્નીએ મોબાઇલ નહીં રાખે એવી ફેબ્રુઆરીમાં કોર્ટમાં બાંયધરી પણ આપી હતી. અરજદાર પતિની સાસુ નજીકમાં જ રહેતી હોવાથી સના થોડા-થોડા દિવસે પિયર જતી હતી. આ દરમિયાન એક દિવસ પતિએ સાસુને મધરાતે ૩ વાગ્યે ઓનલાઇન જાેઇ હતી. આથી શંકા જતાં જાસૂસી ઉપકરણ મારફત સાસુની ચેટિંગ કઢાવી તો પત્નીનું ભોપાળું ખૂલ્યું હતું. સમજાવ્યા છતાં પત્ની નહીં માનતા આખરે છૂટાછેડા થઈ ગયા હતા.
.