તમને પણ સતત માઇગ્રેનનો દુખાવો થાય છે તો આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.
માઇગ્રેન માથામાં થતો એક પ્રકારનો દુખાવો છે. આ દુખાવો માથાના અડધા ભાગમાં થતો હોય છે. માઇગ્રેનના લક્ષણો અનેક હોય છે. જો કે આ દુખાવાથી વ્યક્તિ કંટાળી જાય છે. ઘણાં લોકોને માઇગ્રેનમાં ઉલટી પણ થતી હોય છે.
જાણો માઇગ્રેન થવા પાછળના કારણો
એક અહેવાલ અનુસાર અસામાન્ય મસ્તિષ્ક ગિતિવિધિનું પરિણામ માનવામાં આવે છે જે અસ્થાયી રૂપથી મસ્તિષ્કમાં તંત્રિકા સંકેતો, રસાયણો અને રક્ત વાહિકાઓને પ્રભાવિત કરે છે. આમાંથી રાહત અપાવવા માટે માર્કેટમાં અનેક પ્રકારની દવાઓ મળે છે, પરંતુ આ દવાઓની તમને આદત પડી જાય છે તો સ્વાસ્થ્યને અનેક રીતે લાંબા ગાળે નુકસાન થઇ શકે છે. માઇગ્રેનમાંથી રાહત મેળવવા માટે તમે આ ઘરેલું ઉપાયો અજમાવો છો તો તમને રાહત થઇ જાય છે.
- તમે સવારમાં ઉઠીને હર્બલ ચા પીવો છો તો તમને માઇગ્રેનના દુખાવામાંથી રાહત મળે છે.
- તમે રોજ રાત્રે 10થી 15 દ્રાક્ષ પલાળી લો અને પછી રોજ સવારમાં ઉઠીને પહેલા આ ખાઇ લો. રોજ પલાળેલી દ્રાક્ષ ખાવાથી માઇગ્રેનના દુખાવામાંથી રાહત મળે છે. 12 અઠવાડિયા સુધી તમારે આ દ્રાક્ષ ખાવાની રહેશે. જીરું અને ઇલાયચીમાંથી તૈયાર કરેલી ચા તમે પીવો છો તો માઇગ્રેનના દુખાવામાંથી તમને રાહત મળે છે. આ માટે તમે એક કપ પાણી ઉકાળો અને એમાં જીરું અને ઇલાયચી નાંખો. ત્યારબાદ આ પાણીને 5 મિનિટ માટે ધીમા ગેસે ઉકળવા દો. હવે ચા હુંફાળી થાય એટલે પી લો. આ ચા તમે રોજ પીવો છો તો માઇગ્રેનના દુખાવામાંથી રાહત મળે છે. આ ચા તમારું સ્ટ્રેસ લેવલ પણ ઓછુ કરે છે.
- તમે માઇગ્રેનના દુખાવાથી કંટાળી ગયા છો તો રોજ સવારમાં ઉઠીને પ્રાણાયામ કરો. પ્રાણાયામ કરવાથી મગજ શાંત રહે છે. આમ, જો તમને માઇગ્રેનનો દુખાવો થાય છે તો તમે રોજ સવારમાં ઉઠીને પ્રાણાયામ કરવાનું શરૂ કરી દો.