પોલીસ જવાનો 42 ડીગ્રી ગરમી વચ્ચે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર (PSI) પોલીસ અધિકારી એમ. એન. રાઠોડની નજર હેન્ડીકેપ વિધાર્થી ઉપર પડતાની સાથે જ PSI એમની મદદએ પહોંચી ગયા અને વિદ્યાર્થીને સ્કૂલના બિલ્ડીંગમાં લઇ જઇ વિધાર્થીના કલાસ રૂમ સુધી બેસાડી આવી અને પરીક્ષા પુરી થતા વિધાર્થીને કલાસ રૂમ માંથી બહાર લાવી જવાબદારી પૂર્ણ કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
મહેસાણા,
આજના યુગમાં માનવતા મરી પરવારી નથી એટલે જ તો લોકો એક બીજાના સહારે જીવે છે અને એક બીજાને મદદ કરતાં હોય છે ત્યારે હમણાં એક વિડ્યો સામે આવ્યો હતો હમણાં વિશ્વ વિરાસત ધોળાવીરા ખાતે મોરારીબાપુની રામકથા તાજેતરમાં યોજાઈ ત્યારે રણ વચ્ચે આવેલા ભંજડાદાદાના ડુંગરે દર્શન કરવા ગયેલા 86 વર્ષના માજી પગથિયાં ચડતી વખતે ચક્કર આવી જતા મૂર્છિત થઈને ઢળી પડયા હતા ત્યારે કથા સ્થળે ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન પાણી લઈને દોડી આવ્યા અને વૃધ્ધાને પાણી પાઈ 5 કિલોમીટર સુધી પીઠ પર ઊંચકીને કથા સ્થળે લઈ ગયા હતા.
આજરોજ મહેસાણા પોલીસની માનવતા જોવા મળી હતી કહેવાય છે કે કરેલી કોઈની મદદ કોઈ દિવસ નિષ્ફળ જતી નથી કુદરત કોઈના કોઈ રૂપે મદદ માટે હાજર હોય છે એવું જ એક ઉદારણ આજે જોવા મળ્યું આટલી ધગધગતી ગરમી વચ્ચે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ખડે પગે રહેનાર પોલીસ બંદોબસ્ત વચ્ચે એક નઝારો જોવા મળ્યો હતો. પોલીસ જવાનો 42 ડીગ્રી ગરમી વચ્ચે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર (Psi)પોલીસ અધિકારી એમ. એન. રાઠોડની નજર હેન્ડીકેપ વિધાર્થી ઉપર પડતાની સાથે જ PSI એમની મદદએ પહોંચી ગયા અને વિદ્યાર્થીને સ્કૂલના બિલ્ડીંગમાં લઇ જઇ વિધાર્થીના કલાસરૂમ સુધી બેસાડી આવી અને પરીક્ષા પુરી થતા વિધાર્થીને કલાસ રૂમમાંથી બહાર લાવી જવાબદારી પૂર્ણ કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.