દરિયાકાંઠા વિસ્તારમાં આવેલી શાળાનો શિક્ષક અવાર-નવાર દારૂ પીને આવતો હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ છે.
ભાવનગર,
ભાવનગરના મહુવાની કતપર ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે દારૂ પીને બાળકોને બેરેહમીથી ફટકાર્યા હતા. જેની જાણ એક વિદ્યાર્થીએ ઘરે જઈને વાલીને કરી હતી. ઉશ્કેરાયેલા વાલીએ શાળામાં પહોંચીને નશાખોર શિક્ષકને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
શાળામાં વિવાદ વધતા આચાર્યએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ દરિયાકાંઠા વિસ્તારમાં આવેલી શાળાનો શિક્ષક અવાર-નવાર દારૂ પીને આવતો હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ છે. હવે જોવાનું રહ્યું કે, આવા નશાખોર શિક્ષક સામે શું પગલા લેવામાં આવે છે..?