Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

“મન હોય તો માંડવે જવાય” : હજારો પાઉન્ડના ખર્ચ બાદ પણ કાર ચલાવતા ન આવડી


કાર ચલાવવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ તમારું આ સપનું જ્યાં સુધી ડ્રાઈવિંગ લાયસન્સ ન આવે ત્યાં સુધી અધૂરું રહે છે. આથી લોકો જેમ-તેમ કરીને ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરી લે છે. પરંતુ એક મહિલા ૧૦૦૦ વખત પ્રયાસ કરી ચૂકી છે. પરંતુ તે ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરી શકી નથી. ૪૭ વર્ષીય આ મહિલાનું નામ ઈસાબેલ સ્ટેડમેન છે. જે ઈંગ્લેન્ડના બેડફોર્ડશાયરની છે. વીતેલા ૩૦ વર્ષથી ડ્રાઈવિંગ ટેસ્ટને પાસ કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ દરેક વખતે તેને નિરાશ થઈને જ ઘરે પાછા ફરવું પડે છે. કાર ડ્રાઈવિંગ શીખવા દરમિયાન ઈસાબેલ અનેક પ્રકારની સમસ્યાઓ પછી તે રડવા લાગે છે. અને સાથે જ તેનું શરીર કાંપવા લાગે છે. એટલું જ નહીં તે પોતાનો હોશ ગુમાવવા લાગે છે. એક દિલચશ્પ વાત એ છે કે બે બાળકોની માતા ઈસાબેલે ૧૭ વર્ષની ઉંમરથી અભ્યાસ શરૂ કર્યા પછી કાર ડ્રાઈવિંગ શીખવા પર હજારો પાઉન્ડ સુધીનો ખર્ચ કર્યો છે. પરંતુ ડ્રાઈવિંગ ટેસ્ટમાં પાસ થવાનું તેનું સપનું અધરું જ રહી ગયું.

હકીકતમાં ઈસાબેલને એક ફોબિયા છે અને તે ત્યારે ચરમ સીમાએ પહોંચી જાય છે જ્યારે તે કારમાં ગોળ-ગોળ ચક્કર લગાવે છે. અત્યાર સુધી ઈસાબેલ સાત અલગ-અલગ ટ્રેનર પાસે ડ્રાઈવિંગ શીખવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ દરેક વખતે તેને નિરાશ થઈને ઘરે જવું પડે છે. તેણે કાર ચલાવવા માટે ડ્રાઈવિંગ કોર્સ પણ કર્યો છે. પરંતુ તેનાથી તેને કોઈ ખાસ ફાયદો થયો નથી. ઈસાબેલ સ્ટેડમેને કહ્યું કે જ્યારે હું ડ્રાઈવિંગ સીટ પર બેસું છું ત્યારે મને લાગે છે કે હું આ કરી શકું છું. પરંતુ થોડી જ સેકંડમાં આંખોમાં આંસુ આવી જાય છે અને આંખોની સામે અંધારુ છવાઈ જાય છે. ડોક્ટર ઈસાબેલના ફોબિયા વિશે કંઈ જણાવી શકતા નથી. ઈસાબેલનું કહેવું છે કે તે ડ્રાઈવિંગ કરવા માટે ઘણી આતુર છે. જેથી તે પોતાની પુત્રીને કોલેજ લઈ જઈ શકે અને દૂર રહેનારા સંબંધીઓને પણ મળી શકે.

એક રિપોર્ટ પ્રમાણે ઈસાબેલ સ્ટેડમેન ૩૦ વર્ષથી કાર ચલાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ તે દરેક વખતે ડ્રાઈવિંગ ટેસ્ટમાં પાસ થઈ શકતી નથી. જેના કારણે તેની આ ઈચ્છા અધૂરી રહી જાય છે. જાેકે કાર ડ્રાઈવિંગ શીખવા દરમિયાન તેને બ્લેક આઉટની સમસ્યાનો સામનો કરવો પડે છે. જેના પછી તેને શીખવી રહેલા ટ્રેનરે બચાવવા માટે કારને પોતાના કંટ્રોલમાં લેવી પડે છે. જાે કોઈ તમને એમ કહે કે એક મહિલા ૩૦ વર્ષમાં લગભગ ૧૦૦૦ પ્રયાસ કર્યા છતાં પણ તે કાર ચલાવવાનું શીખી શકી નહી તો તમે આશ્વર્યમાં પડી જશો. પરંતુ આવું હકીકતમાં થયું છે. એક મહિલા તમામ પ્રયાસો કરવા છતાં ડ્રાઈવિંગ શીખવામાં નિષ્ફળ રહી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *