Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

મદ્રસાઓ ચાલુ કરવા અને કુર્બાનીના જાનવરો લાવવામાં કનડગત ન થાય તે માટે અમદાવાદ પો. કમિશ્નરને રજૂઆત

અમદાવાદ,

જુલાઇ મહિનામાં મુસ્લિમોનો પવિત્ર તહેવાર (ઈદુલ અદહા) બકરી ઇદ આવી રહ્યો છે ત્યારે મુસ્લિમ સમાજના લોકો કુર્બાની માટે જાનવર લાવતા હોય છે. આ જાનવર કાયદેસર રીતે ખીરીદીને લાવવામાં આવે છે. તેમ છતાં કેટલીક વાર અસામાજિક તત્વોના કારણે જાનવર લઇને આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આવી અસુવિધા ઉભી ન થાય તે માટે જુમ્મા મસ્જિદના પેશ ઇમામ શબ્બીર આલમ, ધારાસભ્ય ગાસુદ્દીન શેખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવલા, મુનિરભાઇ કલીમી, ફારૂકભાઈ હમદર્દ સહિતના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા અમદાવાદ પોલીસ કમિશ્રનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને નિયમાનુસાર જાનવરોની કુરબાની અને હેરફેરમાં કનડગત ના થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. આની સાથે કોરોનાની મહામારીના કારણે મદ્રસાઓ છેલ્લા ઘણા સમયથી બંધ છે જેથી તાલીમ લઇ રહેલા બાળકોનું ભણતર બગડી રહ્યો છે આ મદ્રસા કોવિડ 19ની ગાઇડલાઇન મુજબ ચાલુ કરવા પરવાનગી આપવા પણ રજૂઆત કરવામાં આવી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *