ટ્વીટ કરતા સોનુ સૂદે લખ્યું છે કે, “મણિપુરના વીડિયોએ દરેકના દિલને હચમચાવી નાખ્યું છે. તે માનવતા હતી જેની પરેડ કરવામાં આવી હતી..સ્ત્રીઓની નહીં.”
મુંબઈ,તા.૨૧
મણિપુર રેપ કેસે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો દ્વારા બે કુકી મહિલાઓને ગામમાં નગ્ન ફેરવતા જાેવા મળી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકો તેમની સાથે ખુલ્લેઆમ ફ્લર્ટ કરી રહ્યા છે. આ વીડિયો જાેઈને કોઈપણનું લોહી ઉકળી જશે. આ મામલે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
અક્ષય કુમારે લખ્યું છે કે, વીડિયો જાેયા બાદ તે હચમચી ગયો હતો. અક્ષય કુમારે આરોપીઓને સખત સજાની માગ કરી છે. અક્ષય કુમારે ટ્વીટ કરીને લખ્યું- “મણિપુરમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાનો વીડિયો જાેઈને હું હચમચી ગયો છું. મને આ જાેઈને ઘૃણા થાય છે. આશા છે કે, ગુનેગારોને એટલી આકરી સજા થાય કે, કોઈ ફરી આવું જઘન્ય કૃત્ય કરવાનું વિચારે નહીં.”
અક્ષય કુમારના ફેન્સ મહિલાઓ માટે તેમનું સ્ટેન્ડ લેવા બદલ તેમના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માગ ઉઠી રહી છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો ૪ મે, ૨૦૨૩નો જણાવવામાં આવી રહ્યો છે, જે મણિપુરમાં કર્ફ્યૂના કારણે અત્યાર સુધી જાહેર થઈ શક્યો નથી. અક્ષય કુમાર આ દિવસોમાં પોતાની ફિલ્મ OMG 2ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અક્ષય ભગવાન શિવના રૂપમાં જાેવા મળશે, જેના કારણે CBFCએ ઘણી વખત ફિલ્મની સમીક્ષા કરી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પંકજ ત્રિપાઠી પણ લીડ રોલમાં છે. ફિલ્મનું ગીત ઉંચી ઉંચી વાદીયો મેં તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે, જેને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.
તે જ સમયે અક્ષય કુમાર પછી સોનુ સૂદનું ટ્વીટ પણ સામે આવ્યું છે. ટ્વીટ કરતા સોનુએ લખ્યું છે કે, “મણિપુરના વીડિયોએ દરેકના દિલને હચમચાવી નાખ્યું છે. તે માનવતા હતી જેની પરેડ કરવામાં આવી હતી..સ્ત્રીઓની નહીં.” સોનુ સૂદ લોકોની મદદ કરવા માટે હંમેશા આગળ રહે છે. આવી સ્થિતિમાં, આ વીડિયો જાેયા પછી, તે પણ પોતાને ટ્વીટ કરવાથી રોકી શક્યો નહીં.
રિતેશ દેશમુખની નજર આ વીડિયો પર પડી તો તે પણ પરેશાન થઈ ગયો. અભિનેતાએ ટ્વીટ કરીને લખ્યું, “મણિપુરમાં મહિલાઓ પર અત્યાચારના દ્રશ્યો જાેઈને ખૂબ જ વ્યથિત છુ. હું ગુસ્સાથી ઉભરાઈ રહ્યો છુ કોઈ પણ પુરુષને આવા ગુના માટે સજા વગર જવા દેવા જાેઈએ નહીં.” મહિલાઓની ગરિમા પર હુમલો એ માનવતા પર જ હુમલો છે.