Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં કવરેજ દરમિયાન હત્યા


૨૦૧૮ના વર્ષમાં દાનિશ સિદ્દીકીનું Pulitzer Prize વડે સન્માન કરવામાં આવ્યું હતું
કાબૂલ,
અફઘાનિસ્તાનમાં અહેવાલ આપતા ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દાનિશ સિદ્દીકીની હત્યા તાલિબાનના આતંકીઓ દ્વારા કરવામાં આવી છે. તે લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં રિપોર્ટ કરતા હતા. દાનિશ સિદ્દીકીએ ફોટોગ્રાફી માટે પુલિત્ઝર એવોર્ડ મેળવ્યો હતો.
અફઘાનિસ્તાનના અગ્રણી ટીવી ચેનલ ટોલો ન્યૂઝના સંપાદક લોટફુલ્લાહ નજાફિદાએ ટિ્‌વટર પર દાનિશ સિદ્દીકીના મોતની પુષ્ટિ કરી છે. દાનિશ સિદ્દીકીના મોતની પુષ્ટિ કરતાં તેમણે ટિ્‌વટર પર લખ્યું કે, મારા ભારતીય મિત્ર, પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પત્રકાર દાનિશ સિદ્દીકીની કંધારમાં હત્યા કરવામાં આવી છે તે સાંભળીને ભારે આઘાત થયો. તે અફઘાનિસ્તાન સુરક્ષા દળ સાથે હતો. અમે ગયા અઠવાડિયે મળ્યા હતા અને તેણે મને તેના પરિવાર અને તેના બાળકો વિશે જણાવ્યું હતું. તેમણે ભારતમાં કોરોના રોગચાળા દરમિયાન રોહિંગ્યા શરણાર્થીઓને લઈ એક મોટી કામગીરી કરી હતી.

દાનિશ સિદ્દીકી આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી સાથે સંકળાયેલા હતા અને લાંબા સમયથી અફઘાનિસ્તાનની સમસ્યાને આવરી રહ્યા હતા. તે ટ્‌વીટર પર સતત સક્રિય રહેતા હતા અને અફઘાનિસ્તાન વિશેની માહિતી શેર કરતા હતા. પરંતુ, ભારતીય મીડિયા જગતને તેમના મોતથી ભારે આંચકો લાગ્યો છે. ૨૦૧૮માં દાનિશ સિદ્દીકીને ફોટોગ્રાફી માટે વિશ્વ પ્રતિષ્ઠિત પુલિત્ઝર પ્રાઇઝ મળ્યો હતો.

દાનિશ સિદ્દીકીની હત્યા અંગે બહુ માહિતી મળી નથી, પરંતુ સૂત્રો કહે છે કે તાલિબાન આતંકવાદીઓએ તેમને માર માર્યો હતો જ્યારે તે કંધારમાં રિપોર્ટ કરતા હતા. આપને જણાવી દઈએ કે તાલિબાનોએ મોટાભાગના કંધાર પ્રાંતને કબજે કરી લીધો છે અને અફઘાન સૈન્ય કંધારને ફરીથી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. તે જ સમયે, ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂતે તેમની હત્યા પર ઉંડુ દુખ વ્યક્ત કર્યું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *