Safeer News

Breaking News from Ahmedabad

દેશ

ભારતીય કોર્ટોના ઇતિહાસનો સૌથી ઝડપી ચુકાદો

અરરિયા, તા.૨૯

બળાત્કાર કર્યાના એક જ દિવસમાં આરોપીને આજીવન કેદની સજા

દેશભરની તમામ પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ) કોર્ટો પૈકી અરરિયાની પોક્સો કોર્ટ દ્વારા અપાયેલા આ ચુકાદાને અત્યાર સુધીનો સૌથી ઝડપી ચુકાદો ગણવામાં આવે છે. પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ શશીકાંત રાયે ગુનેગારને આજીવન કેદની સજા ફટકારવા ઉપરાંત રૂ. ૫૦ હજારનો દંડ પણ ફટકાર્યો હતો. તે ઉપરાંત જજે ગુનેગારને પિડિત બાળકીના ભાવિ જીવનના પુનઃવસન માટે રૂ. ૭ લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. અલબત્ત કોર્ટ દ્વારા આ મુજબનો આદેશ ગત ૪ ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યો હતો પરંતુ આ કેસને લગતી ઓર્ડર શીટ ૨૬ નવેમ્બરના રોજ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

આ કેસની વિગતો મુજબ આઠ વર્ષની બાળકી ઉપર ગત ૨૨ જુલાઇના રોજ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેના બીજા જ દિવસે એફઆઇઆર નોંધી લેવામાં આવી હતી અરરિયાના મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર રીટા કુમારીએ આ કેસ ઉપર ચાંપતી નજર રાખી હતી. પત્રકારો સાથે વાત કરતાં પોક્સો કોર્ટના સરકારી વકીલ શ્યામલાલ યાદવે કહ્યું હતું કે અરરિયા પોક્સો કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તે દેશનો અત્યાર સુધીનો સૌથી ઝડપી ચુકાદો છે અને આ ચુકાદાએ મધ્ય પ્રદેશના દતિયા જિલ્લાની પોક્સો કોર્ટ દ્વારા ૨૦૧૮માં ત્રણ દિવસમાં આપવામાં આવેલા ચુકાદાની ઝડપને પાછળ રાખી દઇ પ્રથમ નંબર પ્રાપ્ત કરી લીધો હતો. જેને ભારતની કોર્ટોના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી ચુકાદો ગણવામાં આવે છે. એવા એક ઘટનાક્રમમાં બિહારના અરરિયા જિલ્લાની પોક્સો કોર્ટે આઠ વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરનાર બળાત્કારીને તેનો ગુનો કર્યાના એક જ દિવસમાં કોર્ટ કાર્યવાહી સંપન્ન કરી આજીવન કારાવાસની સજા ફટકારી દીધી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *